________________
૧૦૦૮
.*
* *
*
* * : શ્રી જૈન શાસન [અઠવાડિક]
જયાં હોય ત્યાં, જ્યાં આવશ્યક ક્રિયા કરવાનો સમય થાય ત્યાં જ આવશ્યક દિયા આરાધી લેવાની ટેક મારે છે. આ ટેક દેવગુરૂ પસાય તે હજી સુધી અણનમ રહી છે. કાલની મને ખબર નથી હું એ જણકાર પણ નથી પરંતુ એટલે તે મને વિશ્વાસ છે કે આ ટેક મારી, ધર્મ ક્રિયાને ટેકે પુરનારી જરૂર બનશે.
વિશેષ, “વીતરાગને એજ સાચે ભક્ત કે જેને મરણને ભય સતાવે નહિ.' - " શ્રાવક મહસિહે પ્રમાદથી થઈ ગયેલા પાપના પ્રાયશ્ચિત્ત રૂપે કરાતી આવશ્યક કિાના ખૂબ સુંદર ગુણગાન ગાયા તે સાંભળતાની સાથે જ રાજના હદયકમળમાં આસધક પ્રત્યે અહોભાવ પ્રગટ.
જે વીરને વફાદાર છે તે મને વફાદાર રહેવાને જ !
શ્રાવક મહણસિંહ રાજાનું મુખડું અવલોકી રહ્યા હતા કે આજે ભરજંગલમાં કરેલી આવશ્યક ક્રિયાના બદલામાં શું મળશે ?
કૃપાના કિરણે કે કુરતાના કેરડા ?” અમૃતની પ્યાલી કે ઝેરની પ્યાલી ? “મીઠા વાત્સલ્યભર્યા વચને કે લાવારસથી ધગધગતા વચને ?
આશિર્વાદ કે અભિશાપ ?
અરે હા, ભલે કુરતાના કેરડા વિઝાય; ઝેરની પ્યાલી પિવાય? ધગધગતા વચને સંભળાય? કે અભિશાપ પણ ઉતરી પડે તે પણ એનામાંથી કૃપાનું કિરણ પકડવાની અનેરી તાકાત શ્રાવક મહણસિંહમાં હતી.
આવશ્યકના આ આરાધક પર ઓવારી ઉઠેલા મહારાજ એકાએક બોલી ઉઠયા. મંત્રીશ્વર, આપણી સેનામાંથી ચુનંદા એક હજાર સૈનિકે શ્રાવક મહણસિંહની સેવામાં રાખવા.
વનમાં કે ભરજંગલમાં જ્યાં શ્રાવક મહણસિંહ પિતાની ક્રિયા કરવા બેસે ત્યાં તમારે, એક હજારનું સૈન્ય રેકી રાખવું.
અવશય ક્રિયા કરનારને હડધૂત કરતાં મંત્રીશ્વરની આ પહેલી થઈ ગઈ, આશ્ચય સાથે રાજની સન્મુખ સી ઇ રહ્યાં.
આવશ્યકના આદર્શની ઘેલછાની સૌ પ્રશંસા કરતા કરતા છૂટાં પડયાં.
– વિરાગ -