________________
વર્ષ ૮ અ ક ૪૪-૪૫ તા. ૧૬-૭–૯૬
: ૧૦૦૭
એમ ! મારી ભાળ-સંભાળ માટે એમ બેલતાં શ્રાવક મહણસિંહે ઉડાના પગડામાં પગ ભરાવ્યા. એજ તબડક, તબડકના સૂરે સો રવાના થયા
- નિરવ શાંતિ મહારાજાના પડાવમાં પથરાયેલી હતી. મહારાજ' શ્રાવક મહાસિંહની વાટ જોતા હતાં. મહારાજા મનડું શ્રાવક મહણસિંહના વિચારમાં બાવાઈ ગયું હતું. અનેક વિચારોના વમળોએ તેમને ઘેરી લીધાં હતા. લૂંટારાઓને ભય, હિીંસક પ્રાણીઓને ભય, કેટકેટલાંય શત્રુઓને ભય, રાજકારણની ખડપટ બાજીઓ આવા આવા વિવિધ પ્રકારના હુમલાઓ વચ્ચે એકલા અટુલે શ્રાવક મહણસિંહ કઈ રીતે જીવતે રહેવાને. ? ના રે ના, આ બધા તે જીવ લઈને છુમંતર થઈ જનારી જાત છે. - આવા વિવિધ પ્રકારના ભામાં પણ શ્રાવક મહણસિંહ કઇ શ્રદ્ધાના બળે એકલા અટુલા જંગલમાં બેઠા હશે ? હજી એ નથી સમજતું કે ધર્મ પ્રત્યે આ અનહદ પ્રેમ કયાંથી મળતું હશે ?
" વિચારાના પંથે ચાલતા મહારાજાના પડાવમાં શ્રાવક મહસુસિંહે એકાએક પ્રવેશ કર્યો.
મહાર જાની જય હે નતમસ્તકે શ્રાવક મહણસિંહ મહારાજાની નજીક આવ્યા.
મહારાજા ! શા માટે અંગરક્ષકને તકલીફ આપી તેઓને ન મોકલ્યા હતા તે પણ હું હેમખેમ આપશ્રીની પાસે આવી પહોંચત.
મહારાજાધિરાજ ! જેની પડખે ધર્મ રહે છે તેને ઉની આંચ પણ નથી આવતી. ધમાં શ્રદ્ધા જેની પાસે છે એની પાસે કઈ બળની અધૂરાશ નથી ? જે ધર્મના રંગે રંગાયેલા છે તેને કોઈને ભય નથી.'
હા, મહણસિંહ ! તમારી વાત મંજુર, પણ તમારી એવી કઈ ક્રિયા છે કે જે ક્રિયાના પ્રેમ ખાતર તમે મરણને ય ભૂલી ગયા.
મહારાજા ! અવશ્ય કરવા યોગ્ય આવશ્યક ક્રિયા કરવાની શ્રી તીર્થકરાની આજ્ઞા છે આ આજ્ઞા મેં શિરસાવધ કરેલી છે. તેમના આજ્ઞા રૂપી વચનામૃત પર મને સંપૂર્ણ શ્રદ્ધા છે આ શ્રદ્ધાના પરિબળે દિવસના પાપથી પાછા હટવા માટે હું દેવસિય પ્રતિક્રમણ કરું છું અને રાત્રિના પાપોથી પાછા હટવા માટે હું રાઈએ પ્રતિક્રમણ કરું છું. આ આવશ્યક ક્રિયા કરવાની મારે પ્રતિજ્ઞા છે. આ ક્રિયા ઉભયકાળ અને સંધ્યાકાળ કરવાની હોય છે. એ સંયા ક્યાં ઉગે છે એ જોવાનું નહિ ,
વન માં કેભવનમાં જંગલમાં કે મહેલમાં જેલમાં કે પૌષધશાળામાં.