________________
વર્ષ ૮ : અંક ૩૯-૪૦ :
તા. ૧૧-૬-૯૬:
કામમાં લેવાના હેતુથી નવી જ વસાવેલી સી. એલ. એ. કારમાં બેસીને પછી ખાંતિભાઈને ઘરે ગયા હતા. પૂજા કરવા આવ્યા ત્યારે પૂ. મે ક્ષતિ વિ. તથા પૂ. તત્વદર્શન વિ. મ. સા. સાથે પધાર્યા હતા. અને તેઓની સાથે નાનુ ચૈત્યવંદન કર્યા પછી જયેન્દ્રભાઈએ અષ્ટપ્રકારી પૂજા કરી હતી.
લગભગ સાડા દશ વાગે પૂજા કરીને પાછા ફર્યા ત્યારે ત્યાં જયેન્દ્રભાઈનું બહુમાન કરનારા ઘણા લોકો આવીને બેઠા હતા. બપોરે બરાબર બાર વાગે જમવા બેઠા હતા. અને ૧ પાણું વાગે જમીને ઉઠયા પછી ૧૫-૨૦ મિનીટ આરામ કરી શકાય તેટલે સમય હતો છતાં જયેનદ્રભાઈએ આરામ કર્યો ન હતે. દીક્ષાનું મુહર્ત નીકળ્યા પછી અમે તેમને સતત કામમાં પરોવાયેલા જ જોયા હતા. બરાબર ૧ વાગે એરપોર્ટ ઉપર જવા નીકળ્યા હતા. લાલબાગના મિત્ર સાથે હતા.
જયેન્દ્રભાઈ તેમના પત્ની રેખાબેન, પુત્ર કુશલ તથા મિત્ર હિરેનભાઈ તથા તેમના બેન દક્ષાબેન સાથે પ્લેનમાં ગયા હતા. તેમના કેટલાક મિત્રે એજ દિવસે વાંદ્રાથી ૪ વાગે ઉપડતી હાપામાં તથા કેટલાંક કારમાં જામનગર જવા નીકળ્યા હતા. જામનગરમાં. શ્રી વિમલનાથ દેરાસરથી પ્રભુજી લઈને સવાલ સેંટર દીક્ષા સ્થળે તા. ૧૨-૧-૯૬ના રોજ સવારે વષીદાન દેતા દેતા પૂ. આ. ભ. શ્રી અમરગુપ્ત સૂ. મ. સા., પૂ. આ. ભ. શ્રી ચંદ્રગુપ્ત સૂ મ. સા.નું પ્રયાણ કર્યું હતું તથા તે જ દિવસે ખંભાતથી ઉગ્ર વિહાર કરતાં કરતાં પધારેલ પૂ.આ. શ્રી જિનેન્દ્ર સ્ર મ. આદિ મુનિવરો પિોલીસ ચે કી ભેગા થયાં હતા. તથા પુ. સા. મ. શ્રી મણિપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી પરમપ્રભાશ્રીજી, પૂ સા. શ્રી નિત્યક્રયાશ્રીજી, પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી, પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી, પૂ. સા. શ્રી સવયંપ્રભાશ્રીજી તથા પૂ. સા. શ્રી લઘુગુણાશ્રીજી આદ સાવીજી ભગવંતની નિશ્રામાં ઓશવાળ સેન્ટર પધાર્યા હતા.
' અહી જે વીદાન અપાડ્યું તેમાં પણ શરૂઆતમાં તે કઈ વષીદાન લેનાર ને હતું તેથી અમુક ભાગને રસ્તો પૈસાથી છવાઈ ગયે હતે પછી તે આગળનાં રસ્તા ઉપર વષીદાન લેનારની ભારે ભીડ જામી હતી. વષીદાન દેતા દેતા જયેન્દ્રભાઈ એસવાળ એન્ટર કે જે વિશાળ વિસ્તાર ધરાવે છે ત્યાં પધાર્યા હતા ,
મહત્સવના પ્રથમ દિવસે સવારે ૯-૩૦ વાગે પૂજ્યશ્રીનું. વ્યાખ્યાન હતુ. વ્યાખ્યાન બાદ એક ભાઈએ સ્વાગત ગીત રજુ કર્યું હતું. બપોરે શ્રી પંચકલ્યાણકની પૂજા હતી, રાત્રે રાજકોટથી પધારેલા અનંતભાઈએ ભક્તિરસની રમઝટ મચાવી હતી.
લાલબાગથી ખાસ પ્રભુજીને અંગરચના કરવા આવેલા જયેન્દ્રભાઈના મિત્ર વર્તુળ ભવ્ય અંગરચના કરી હતી.