________________
૯૧૨ : -
: શ્રી જૈન શાસન (અઠવાડિક) .
બીજા દિવસે જયેન્દ્રભાઈ સવારે મિત્રો સાથે વાજતે ગાજતે દર્શન તથા ગુરૂ વંશનાર્થે ગયા હતા. નવ વાગે વ્યાખ્યાન શરૂ થયુ હતુ. ત્યાખ્યાન પૂ. આ. દેવ શ્રી જિનેન્દ્ર સુ. મ. સાપ્યુ હતુ. વ્યાખ્યાન સરળ શૈલીમાં થતુ હતુ બે-બે કલાક સુધી વ્યાખ્યાન ચાલતુ હતુ. વ્યાખ્યાન પછી ગુરૂ ભગવંત તથા દીક્ષાર્થીને ધ્યાનમાં રાખીને એક ભાઈ દ્વારા ગહુલી ગવાઈ હતી.
બપોરે શ્રી ૪૫ આગમની પૂજા શરૂ થયેલી હતી. અને તે ત્રણ દિવસ સુધી ત્રણે ભાગમાં ચલાવાઈ હતી. દરરાજ જયેન્દ્રભાઈએ જેટલી પૂજા ભણાવાઈ હોય તેટલા આગમોની ચાંદીની લગડીથી પૂજા કરી હતી. સાંજે ભવ્ય અંગરચના તથા. રાતે ભાવના ભણાવાઈ હતી. સતત ત્રણ દિવસ આ જ રીતે પ્રોગ્રામ થયું હતું. રાતે ભાવનામાં મિત્ર વર્તુળ દાંડીયા રાસથી રમઝટ મચાવી હતી.
પાંચમા દિવસે સવારે નવ વાગે વ્યાખ્યાનમાં પૂ આ. શ્રી જિનેન્દ્ર સ. મ. તથા આ. શ્રી ચંદ્રગુપ્ત સ. મ. સાહેબે શાસ્ત્રીય સિદ્ધાંતને સ્પષ્ટ ભાષામાં રજુ ક તું વ્યાખ્યાન આપ્યું હતુ. બપારે અંધેરીથી પધારેલ વિધિકારક પાનાચંદભાઈએ નવરા હ-પાટલા પુજન કરાવ્યું હતું પ્રભુજીને ભવ્ય અંગ રચના તથા રાતે ભક્તિરસમય ભાવના થયેલા
છઠ્ઠા દિવસે સવારે નવ વાગે વ્યાખ્યાનમાં પૂ આ. શ્રી જિનેન્દ્ર છે. મ, પૂ. આ. દેવ શ્રી વિ. અમરગુપ્ત સૂ. મ. તથા પૂ. આ. દેવ શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ. ત્રણેય આચાર્ય ભગવતેએ વ્યાખ્યાન આપ્યું હતું,
- બપોરે લઘુશાંતિ સ્નાત્રમાં જયેન્દ્રભાઈ સ્પેશયલ બનાવેલી પૂજાની જેડ તથા સુવર્ણના ઘણા બધા દાગીના ધારણ કરીને પાલખીમાં (પાલખી કે જે જયેન્દ્રભાઈના બહેને ખાસ તૈયાર કરાવી હતી અને તેમાં બેસીને જયેન્દ્રભાઈ રેજ રજ દર્શન, વંદન પૂજન માટે જતા હતા) બેસીને આવ્યા હતા પ્રભુજીને ભવ્ય અંગરચના થઈ હતી ફળની તથા નવેરાની સુંદર સજાવટ લાલબાગના યુવાનોએ કરી હતી રાતે ભાવનામાં દાંડીયા રાસ લેવાયા હતા. રાત્રે ધારેવાડીને પ્રસંગ હતે. છઠ્ઠા દિવસે જયેન્દ્રભાઈના મામા પી. એલ. ગોસરાણી તરફથી હાલારી જ્ઞાતિ જનેને સંઘ જમણ અપાયુ હતુ. લગભગ સાત હજાર ભાવિકોએ લાભ લીધે હતે.
સાતમા દિવસે સવારે ૮-૩૦ વાગે જયેન્દ્રભાઈ પોતાના નિવાસસ્થાને કારમાં ગયા હતા અને ત્યાંથી ઘેરા લાલ રંગના કચીન્સમાં બનાવેલ ડ્રેસ પહેરીને તેમની ભવ્ય શિબિકામાં બેસીને છૂટે હાથે દાન દીધુ હતુ. ભવ્યાતિભવ્ય આ વડે લગભગ ૩ કલાક કર્યો હતો. ૮-૩૦ વાગે ચડેલે વરાડો ૧૧-૩૦ વાગે એસવાળ