________________
૮૫૮ :
* શ્રી જૈન શાસન (અઠવાડિક) હમણાં મુંબઈમાં ઘણે બધે ઠેકાણે મુખકેશ બાંધ્યા વગર જ તથા વાતચીત તેમજ હાસ્ય કરતાં કરતાં પણ ભગવાનના મેળાને આંગી કરાતી હેવાનું કેઈકે જણાવેલ છે. જે તે વાત સાચી હોય તે મુખકેશ બાંધ્યા વગર ઓળાને આંગી ન કરવી જોઇએ. તેમજ મુખકેશ બાંધીને પણ વાતચીત કે હાસ્યાદિ કરતા-કરતા અગી કરવામાં આશાતના ગણાય છે.
ગભારામાં પેસતા પહેલા જ મુખકેશ બાંધીને પછી જ ગર્ભગૃહમાં (ગભારામાં) પ્રવેશ કરે જોઈએ જેથી આપણે શ્વાસોશ્વાસ ભગવાનને લાગતા થનારી આશાતનાથી બચી જવાય. ભગવાનને ઓછામાં ઓછો ૯ હાથને અને ઉત્કૃષ્ટથી ૬૦ હાથને અવગ્રહ (અંતર) રૌત્યવંદન ભાળ્યાદિ ગ્રંથમાં જણાવ્યું છે તે પણ શ્વાસે શ્વાસ લાગવાથી થતી આશાતનાથી બચવા માટે જ જણાવ્યું છે.
ગભારા બહાર રંગમંડપની શોભા માટે કરાતી રચના સમયે મુખકેશ બાંધવાની
જરૂર નથી.
શંકા : ૩ સામાયિકના કપડાંથી વાસક્ષેપ પૂજા કરી શકાય?
સમા૦ : ૩ સામાયિકના વસ્ત્રો તદ્દન સ્વચ્છ હોય, [મચ્છર મરી જવાથી પડેલા લેહીના ડાઘવાળા કે ગુમડા આદિથી થયેલા લેહી-પરૂ કે અન્ય અશુચિવા ન હોય તો દેશસ્નાન=હાથ-પગ-મેટુ દેવા રૂપ દેશસ્નાન કરીને ભગવાનને સ્પર્શ કર્યા વગર દરવી જ સામાયિકના તે વસ્ત્ર પહેરીને ભગવાનની વાસક્ષેપ પૂજા માત્ર ચણે જ નહિ પરંતુ નવે અંગે કરી શકાય છે. મસ્તક સહિત આખા શરીરે સ્નાન કર્યા છતાં જે સામાયિકના જ વથી વાસક્ષેપ પૂજા કરવી હોય તે ત્યારે પણ પ્રભુજીને સ્પર્શ કર્યા વગર જ કરવી. પણ સર્વજ્ઞાન=મસ્તક સહિત આખા શરીરે સ્નાન કરીને પૂજના વસ્ત્રોમાં તે ભગવાનને સ્પશીને વાસક્ષેપ પુજા કરી શકાય છે. દેશસ્નાન કરીને પૂજાના વસ્ત્રો પહેરાય જ નહિ માટે તે લિંક૯પ વિચારવાનું રહેતું નથી.
ઘણે ઠેકાણે મૂળનાયક ભગવાનને બપોરે આંગન ચડી ગયા પછી પૂબ કરનારને કી તે પૂજા કરવા નથી દેવાતી. કાં તે વાસક્ષેપથી પૂજા કરવાનું કહેવાય છે. પરંતુ આ બંને રીત ખેટી છે. પૂજા કરનારે આંગી ના બગડે તે રીતે જ કેશરથી જ પૂજા કરવાની છે. વાસક્ષેપથી નહિ બીજા દિવસે સવારે કરાતી વાસક્ષેપ પૂજામાં એકલા બરાસના ચૂર્ણ વાસક્ષેપ મિશ્રિત બરાસ ચુર્ણ કે એકલા સુગંધી વાસક્ષેપ વાપરી શકાય છે. ઘણવાર બપોરે થતી મૂળનાયક પ્રભુ આદિની આંગીમાં બરાસ તથા વાસક્ષેપ ઉપયોગ કરાય છે તેમાં કશો વાંધો નથી. પરંતુ ચડાવેલી આજની આંગી ઉપર વાસક્ષેપ કે બરાસ-ચુર્ણથી જ પૂજા કરવાનું કહેવાય છે તે બરાબર નથી: કેમકે ત્યારે તે કેશરથી, જ પૂજા કરવાની છે.