________________
૮૩૬
8 શ્રી જૈન શાસન [અઠવાડિક હોય છે, તે સિદ્ધાંત જળવાય તે રીતે ક્રિયા વગેરેમાં ફેરફાર થાય પણ સિદ્ધાંતમાં ફેરફાર ત્રણ કલમમાં ય ન થાય.
- શ્રી આત્મારામજી મહારાજને એક જ શિક્ષા પાઠ છે કે-શકિત સંપન્ન આત્માઓએ ધમની રક્ષા માટે માન પાનની, લોક સારા કહે કે બેટાં તેની પરવા કર્યા વિના, લેકેને જે કહેવું તે કહે તે પણ ગભરાયા વિના સાચું કહ્યા વિના રહેતા નહિ. " | શ્રી ઇન્દ્રભૂતિજી આદિ અગિયાર ગણધરે બ્રાહ્મણકુળ છોડી આ મત માં--શ્રી જેને મતમાં આવ્યા. પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મ. જેવા પણ ચંદ વિદ્યાના પારગામી રાજમાન્ય પુરોહિત પણ પિતાને મત છોડી અહીં આવ્યા. જે આગમ આવે છે તે જ આગમ તે વખતે પણ વિદ્યમાન હતા. તેમણે પણ કહ્યું છે કે,
“કસ્થ આહારિસા જીવા, દૂસમાદે દૂસિયા, હા અણુહા કહે હુંતા, જઈ ન હુતા જિણગમો છે
જે શ્રી જિનાગમ મળ્યા ન હતા તે દુષમકાલના દોષથી દુષિત થયેલા અને અનાથ એવા અમારું શું થાત?”
જ તે શ્રી જિનાગમને ખોટું કહે, તેની વાત માનવા તૈયાર નહિ, શાસ્ત્ર આથું મૂકે તેની સાથે બેસાય શી રીતે ? તેવું કરે તો તે શાહુકારી કહેવાય કે દેવાળું કાઢયું કહેવાય ? અમારે અમારી વાત સિદધ કરવી નથી પણ આની શાસ્ત્રની વાત કરવી છે. - ૧૯પરમાં પણ ભાદરવા સુદ-૫ ને ક્ષય હતું તે વખતે કોઈએ મહારાજને પૂછાવેલું તે મહારાજે સ્પષ્ટ જણાવેલ કે ચોથ-પાંચમ ભેગી કરવી જે મહારાજ જીવતા હોત તે વાત જુદી હોત! પણ આયુષ્ય પૂર્ણ થયે આજના દિવસે ચાલ્યા . ગયા. કાળને તે ક્રમ છે કે જમે તેને જવાનું જ છે. પણ તેથી નુકશાન થયું છેપણ પાછળનાની શી ફરજ છે ? તે એ જ કે- મહારાજ જે સિદ્ધાંત જગ્યા જે સાચી વાત કરી સત્યને જાળવ્યું તે મુજબ જ ચાલવું તે જ તેમને સાચો શિષ્ય છે. બેટાને ખોટું અને સાચાને સાચું કહેવું જ પડે. ભગવાને પણ કુમતોને કુમત જ કહ્યાં.
એકવાર શ્રાવતી નગરીમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પધાર્યા છે, તેજ વખતે પિતાને જિન કહેવરાવતે ગોશાળે પણ આવ્યા છે. લોકમાં વાત ચાલી કે આપણી નગરીમાં બે જિન આવ્યા છે. શ્રી ગૌતમ મહારાજા ભીક્ષાએ ગયા છે, તેમનાથી