________________
:
: શ્રી જૈન શાસન [અઠવાડિક] 1
હવે આ બાજુ ગુજરાતમાં એવી વાત ફેલાણી કે આત્મારામજી માટે બખેડો જગાવી વાત કરવા આવી રહ્યા છે. તે વખતે સાધુઓ અ૫ હતા. જુના સાધુઓ ઓછું ભણેલા હતા અને આમની નામના મેટી હતી. આની સાથે વાદ કોણ કરે? તે વખતે સાગરજી મહારાજના ગુરૂ શ્રી ઝવેરસાગરજી મહારાજ વિદ્વાન ગણતા. અહીં આવ્યા પછી શ્રી આત્મારામજી મહારાજે કહ્યું કે “હું ચર્ચા કરવા નથી આવ્યું પણ સાચા ગુરૂની શોધ કરવા આવ્યો છું.' - શ્રી બુદ્ધિવિજયજી મહારાજા કે જેમાં પણ સ્થાનકવાસીમાંથી અહીં આવેલા હતા. ત્યાં તેમનું નામ શ્રી બુટેરાયજી મહારાજ હતું. એકવાર મૂર્તિના વિષયમાં . શાસ્ત્રાર્થમાં શ્રી આત્મારામજી મહારાજે તેમને હરાવેલા ત્યારે ૫. શ્રી બુટેરાયજી મહારાજે તેમણે કહેલું કે-યુક્તિમાં હું તને પહોંચી શકતું નથી પણ તારે આ કૃતિને સ્વીકાર કર્યા વિના ચાલશે નહિ? તે શ્રી બુટેરાયજી મહારાજ અમદાવાદમાં વિદ્યમાન હતા તેમની સેવામાં ઉપસ્થિત થયા અને કહ્યું કે “મારે આપની પાસે દીક્ષા લેવી છે.” મત બદલે એટલે ગુરુ સ્વીકારવા જ પડે. જેના શાસનમાં ગુરુ કર્યા વિના ચાલે જ નહિ. નથુરા કઈ હોય જ નહિ. બાવીસ વર્ષના સ્થાનકવાસી દીક્ષા પર્યાયને ત્યાગ કરી સં. ૧૯૩૨માં મૂર્તિપૂજક સંપ્રદાયની દીક્ષા અંગીકાર કરી તે આ શ્રી આત્મારામજી મહારાજ છે, ત્યારે ઘણે ઉહાપોહ થયા અને ઘણા કહેતા કે- જેને હરાવ્યા તેના ચેલા થવું પડયું ત્યારે શ્રી આત્મારામજી મહારાજે જવાબ આપ્યો કે-“તમારે અમારા ગુરૂ-શિષ્યની વચમાં આવવાનું નથી. જેને હરાવેલા છે સાચા લાગ્યા તે તેના પગમાં માથું મૂકયું છે.
- આજે ય ઘણા મતભેદ છે તે વખતેય સા ઓછા અને શાસનમાં ગરબડ ઘણી હતી. તે બધાને સામને કરી કરીને જીવન પસાર કર્યું તેના પ્રતાપે ય આજે આટલા સાધુ જોઈ શકીએ છીએ, તે ન હોત તો આટલા સાથુ થાત જ નહિ.
- જ્યારે તેઓ આ બાજુ આવવા નીકળેલા ત્યારે તેમના જે ગુરુ હતા તે રસ્તામાં -મલી ગયા અને કહ્યું કે- “તું પણ મને મૂકીને જાય છે ત્યારે શ્રી આત્મારામજી મહારાજે તેમના પગમાં પડીને કહ્યું કે- “આપ અમારી સાથે ચાલો તે અમારા ગુરુ આપ જ છે. આપ ન આવે તે અમારાથી સાથે ન રહી શકાય. સંસાર સાગર તરવા ગુરુ કર્યા છે, ડુબવા નહિ.” ત્યારે તેમના ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા કે- “તારું ભલું થાવ તે કાળમાં ય તેમના મતમાં એવા આત્માએ હતા કે, ખોટું લાગ્યું ન છેડી કયા, રહી ગયા છતાં પણ હયાથી માનતા કે આ જ સાચું છે.