________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) :
રહે છે પછી તે જે યોગ્ય આત્મા આવે તેને ખાનગીમાં સાચી વાત સમજાવતા. તેમને ખબર હતી કે જે વાત જાહેર થાય તે માટે ઘવાટ થાય છે. હા મચી જાય. માટે જાહેરાત ન થાય તેની કાળજી રાખતા. આ રીતે સાધુ અને શ્રાવકને તૈયાર કર્યા, બધાને કહ્યું કે હમણાં જાહેરાત કરતા નહિ. તેમને હવે આ સંપ્રદાયમાં રહેવું પસંદ ન હતું પણું ઉતાવળ કરે તે બીજા ચગ્ય આત્માઓને ન સમજાવી શકાય માટે રહ્યા. એકવાર એક સાધુને સમજાવતા હતા. તે કહે કે- તમે ગુરુ કહે તેથી ઊંધુ કહે છે. ત્યારે તેઓશ્રીએ કહ્યું કે-“ગુરુ. કેમ કર્યો છે? સંસાર સાગર તરવા માટે. તે સાધુ પણ પછી સમજ્યા. સ૨ સમજાયા પછી ખોટી વાત ન જ મનાય આ તેમને મુદ્રાલેખ હતે. ( એકવાર અમૃતસરમાં શ્રી ભગવતીજી સૂત્ર પર તેમના વ્યાખ્યાન થતા હતા. તે
ખતે સ્થાનકવાસીના વડા પૂજય શ્રી અમરસિંહજી પણ આવેલા. તે પણ તેમનું વ્યાયાન સાંભળી ખુશ થયા અને કહ્યું કે- તું માટે ભાગ્યશાળી છે. તું જે રીતે રામજ છે તે રીતે સાધુ સમજતા અને સમજાવતા થાય તે કામ થઈ જા. માટે મારા સ ધુઓને ભણાવ જેથી શાસનને ઉદ્યત થાય.” આ સાંભળીને તેમણે કહ્યું કે-વ્યાકરણના સાન વગર સાચો બાધ થઈ શકે નહિ માટે આપના સમુદાયમાં વ્યાકરણ ભણવાનું શરૂ કરાવો? તેથી તેથી તે અમરસિંહજીએ પિતાના સાધુઓને ભણવા માટે મોકલ્યા અને એ રીતે સેળ સાધુઓને તૈયાર કર્યા.
એકવાર અમરસિંહજી વ્યાખ્યાનમાં આવેલ છે અને સ્થાનકવાસી પાએ સના મનોક૯િપત અર્થ કરે છે. એ વિષયમાં બોલતા મહારાજ શ્રી આત્મારામજીએ જણાવ્યું કે “નિયુક્તિ, ભાષ્ય, ચર્ણિ અને ટીકા વિના સૂત્રોના અર્થમાં ગપ્પાં મારવા તે વ્યાજબી નથી. સૂત્રનો સાચે અર્થ સમજવું હોય તે નિયુકિત આદિને યાભ્યાસ કરવું જોઈએ. આ વાત તે પૂજ્ય અમરસિંહજી ન ગમી અને ગુસ્સે થયેલા તેમણે કહ્યું કે- “મારી શ્રદ્ધા બદલાઈ નથી પણ હકીકત આ છે ! તે સાંભળી અત્યંત ગુસસે થયેલા તે પૂજય અમરસિંહજીએ, આત્મારામજી મહારાજને સંપ્રદાય બહાર કાઢવા દરેક સાધુઓની અને તેમના ગુરૂની પણ સહીથી એક નિવેદન બહાર પાડયું કેઆત્મારામજી શ્રદ્ધા ભ્રષ્ટ છે માટે કે એ તેમની પાસે જવું નહિ, ઊતારે આપ નહિ, સત્કાર કરવો નહિ.”
એકવાર તેમનાથી તૈયાર થયેલા બિશનચંદજી આદિ જે ગામમાં હતા, તે ગામમાં શ્રી આત્મારામજી મહારાજ પણ જઈ પહોંચ્યા. ગુરૂની મના હેવાથી બિશનચંદજી વિગેરે મળવા ન આવ્યા એટલે મહારાજ આત્મારામજી