________________
: શ્રી જૈન શાસન (અઠવાડીક
સંઘને શ્રી સંઘની સ્મૃતિ રૂપે સુંદર દિવાલ ઘડિયાળ ભેટ આપવામાં આવતું હતું. શ્રી સંઘના પ્રયાણ સમયે રેજ માંગલિક થતું. વિરમગામના શરણાઈ વાદકે રોજ પ્રયાણ વખતે તેમજ સાંજે સુંદર શરણાઈ વાદન કરતા હતા. વ્યવસ્થામાં જે સ્ટાફ હતું, તેને સ્ટીલના ડબા તેમજ સુંદર બેગ, ઘડીયાળ ભેટ આપવામાં આવી હતી. સંપૂર્ણ ચાલીને યાત્રા કરનાર ભાગ્યશાળીઓને સોનાની વીંટીની પ્રભાવના અપાઈ હતી. રેજ સ્નાત્ર લગભગ નિયમિત ભણાવવામાં આવતું હતું. દરેક યાત્રિકને સુંદર બેગ તેમજ ભકિત મંડળના ભાઈઓને જિનપૂજાના ચાંદીના ઉપકરણને સેટ ભેટ અપાયે હતે. દરેક યાત્રિકોને જવાનું ભાડું અપાયું હતું. રાંચી શ્રી સંઘે તમામ યાત્રિકોને ચાંદીના દિપકાની ભેટ આપી હતી. રાંચી શ્રી સંઘે પ્રભાવનામાં સુકા મેવાના પેકેટ આપ્યા હતા. પ. પૂ. આ દેવ શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા. ને આજ્ઞાવતી સાધવીજી શ્રી ઈદ્રપ્રભાશ્રી આદિ હાણ ૫ રતલામથી ૫૦૦ કિ.મિ. ને વિહાર કરી માલેગામ, શિરપુર, અંતરીક્ષ તીથમાં પહોંચી ગયા હતા અને ત્યાંથી છરિપાલક સંઘમાં જોડાયા હતા. ગામેગામ સ્કુલેમાં તેમજ અજેનભાઈએાએ જિનવાણી શ્રવણને લાભ લીધે હતે ઠેર ઠેર ભવ્ય જિનમંદિર અને સંઘે છે. આ બાજુ સાધુ-સાધવજી, ભગવંતે બહુ અલ્પ વિચરે છે છતાંય શ્રી સંઘની શ્રધ્ધા, ભકિત, સંસ્કાર અનુમોદનીય છે. ગામેગામ જ્યાં જ્ય સંઘ છે તે સૌએ ખુબ જ સેવા, સહકાર, ભકિત કરી અનુપમ લાભ લીધે. જ્યાં ન હતા ત્યાં સ્કુલના કાર્યકરોએ સુંદર સાથ સહકાર આપે. ડેલીવાળા તેમજ વ્યવસ્થા માટે જે ભાઈઓ હતા તેમણે પણ સુંદર કામગીરી બજાવી હતી. જાલના સંઘે સંપૂર્ણ ભકિતનૅ લાભ લીધે. નુતન જિનમંદિર માટે સુંદર ટીપ થઈ. હિંગણઘાટ શ્રા સંઘ સુંદર ભકિત કરી લેનાર, કારં ત શ્રી સંઘે પણ સુંદર ભકિત કરી. રાયપુરમાં ૬ ભવ્ય જિનમંદિરો છે. ૧૦૦૦ હજાર ઉપરાંત જૈન પરિવારે છે. તેઓએ ભવ્ય સ્વાગત તેમજ ભકિત કરી હતી.
જામનગર-અત્રે શ્રી નેમિનાથ દેરાસરે પૂર મુ. શ્રી અરૂણોદયસાગરજી મ.સા. ની શુભ નિશ્રાણુ ઝવેરી રસીકલાલ હઠીસંગ તથા ઝવેરી જશવંતરાય અનુપચંદ તરફથી ચાર જિનબિંબની પ્રતિષ્ઠા નિમિતે મહા સુદ ૧૪ થી અષ્ટાનિકા મહત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાયેલ. મહા વદ ૫ ના પ્રતિષ્ઠા થયેલ બાદ પેંડાની પ્રભાવના થયેલ. બપોરે વિજય મુહુર્તે શ્રી બૃહદ અષ્ટોતરી શાંતિસ્નાત્ર ઠઠથી ભણાવાયેલ બાદ લાડુની પ્રભાવના થયેલ છવદયાની ટીપ સુંદર થઈ હતી. દરરોજ જુદી જુદ્ધ પૂજા પ્રભાવના અંગરચના થયેલ, જલયાત્રા વડે ભવ્ય રીતે નીકળેલ. ઓસવાલ જ્ઞાતિનું સંઘજમણ થયેલ. વિધિવિધાન અત્રેના ક્રિયાકારક શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ સુંદર રીતે કરાવેલા. સંગીતમાં શ્રી મહાવીર સંગીત મંડળે સારી જમાવટ કરી હતી.