________________
દર૮ : ",
: જૈન શાસન [અઠવાડિક]
એક તેજેસરી કન્યારત્નને જન્મ થયે! જાસુદના પુષ્પસમી ભાવિમાં ચોમેર સંયમની શુભ સુવાસ ફેલાવનારી તે કન્યાનું નામ પણ માતાપિતાએ જાસુદ પાડયું. તે જ ભાવિમાં પોતાની સમુજજવલ સંયમ સુવાસથી સમગ્ર સમુદાયને સુવાસિત કરનારા પરમ પૂ. પ્રવતિની વિદુષીરના સા. શ્રી જયાશ્રીજી મ. સા. *
- રાજનગર જેવી ધર્મનગરીમાં જમેલ હોઇ ધર્મના સુસંસકારે તેઓશ્રીને ગળથુંથીમાં જ મલ્યા હતા. તેથી જ દર્શન જિનપૂજા આદિ શ્રાવક ધર્મની ક્રિય માં વિશેષ રીતે રક્ત રહેતા. યૌવનનાં ઉંબરે-ઉભેલા તેઓ ૧૭ વર્ષની વયે કસુંબાવાડમાં રહેતા સુશ્રાવક મોહનલાલ ડાહ્યાભાઈ શેરદલાલ સાથે લગ્નગ્રંથિથી જોડાયા.
એજ અરસામાં વિ. સં. ૧૯૭૫-૭૬ ની સાલમાં વિદ્યાશાળામાં પૂ.પ. આ. શ્રી વિજય દાનસૂરીશ્વરજી મ. આદિ ગુરૂદેવની સાથે પૂ. મુનિવર શ્રી રામવિજ્યજી મ.નું ચાતુર્માસ થયું. વિદ્યાશાળામાં પૂ. મુ શ્રી રામવિજ્યજી મ. ના વૈરાગ્યપ્રેરક જોરદાર પ્રવચને ચાલતા. ભલભલાં નાસ્તિકના માથાં પણ ડોલી ઉઠતા ! ભદ્રકાલીના મંદિરમાં થત બોકડાનો વધ પણ તેઓશ્રીની જેશીલી વાણના કારણે સદાને માટે બંધ થયે!
ચા ના વ્યસન સામે પણ પૂછીએ જેહાદ જગાવેલી એવા એ પ્રવચન શ્રવણને કેને રંગ ન લાગે ! જાસુદબેન પણ એ પ્રવચન ગંગામાં સ્નાન પાન કરી વૈરાગ્યવાસિત બન્યા! મન સંયમ લેવા સમુસુક બન્યું. પરંતુ સંસારના કેદખાનામાં પિંજ ના પંખીની જેમ પૂરાયેલા તેમની વાત પણ ઘરમાં કેણ સાંભળવા તૈયાર થાય ! છતાં પણ પિતે દઢનિશ્ચયી બન્યા. ગૃહવાસના અનેક પ્રકારના પ્રખર વિરોધ, જાલિમ કન્ટે અનેક જાતના બંધને, વિષમ સંગે સામે અડીખમ રહી પ્રબળ પુરુષાર્થ દ્વારા સહામણા સંસારવાસનો ત્યાગ કરી સ્વગૃહેથી ગુપ્ત રીતે નીકળી શેરીસા મહાતીર્થમાં પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની સન્મુખ વિ. સં. ૧૯૮૩ વૈશાખ વદ ૬ પરમ ગુરુદેવ શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવેલ શુભમુહતે લીલાવંતીબેન તથા જાસુદબેન બંનેએ ભરયુવાનીમાં સ્વયં મુનિવેશ પરિધાન કરી કરેમિ ભંતે ઉચ્ચરી શ્રમણપણું સ્વીકારી લીધું. અને ક્રમશઃ પ. પૂ. સા. શ્રી લક્ષમીશ્રીજી મ. તથા તેઓના કુશિષ્યા પૂ. સા. શ્રી જયાશ્રીજી મ. તરીકે બન્યા. મહાધીન સંબંધીઓને જાણ થતાં ત્યાં આવ્યા ખૂબ ધાંધલધમાલ મચાવી કપડાં ખેંચ્યા ! પુનઃ ઘરે લઈ જવાના ભરચક પ્રયને કર્યા ! આવા વા-વંટોળ વચ્ચે પણ અડગ રહી પિતાની સંયમભાવના સુસફળ બનાવી છેવટે સુરત મુકામે નેમુભાઈની વાડીમાં વિ. સં. ૧૮૮૪ ફાગણ સુદ ૨ ના શુભ દિને ચતુવિધ શ્રી સંઘ સમક્ષ પરમારાધ્ય પાદ સકતાગમ રહસ્યવેદી પુ. આ દેવ શ્રી દાન સૂ. મ. ના વરદ હસ્તે પિતાના જ શુભનામે સાધ્વી સમુદાયની સ્થાપના પૂર્વક સા. શ્રી લક્ષમીશ્રીજી મ, અને સા. શ્રી જયાશ્રીજી મ ની વડી દીક્ષા પણ થઈ