________________
પરમારાપાદશ્રીજીના સમુદાયવતી શ્રમણીગણુ મહત્તરા વયપર્યાયજ્ઞાનસ્થવિરા,
પ્રવતિની પરમ પૂજ્ય સાઠવીજી શ્રી જયાશ્રીજી મહારાજની :: સંયમ સાધનાને અનુમોદનીય આદર્શ મુi
જૈન શાસનનું સાધુપણુ ! પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબનું શ્રમણ જીવની ) અજેને પણ જેની મુક્ત કઠે પ્રશંસા કરે અને બુદ્ધિજીવીઓ પણ માથું ખંજવાળવા મંડે એવું ઉજળું ઉંચું ઉત્કટ એ જીવન!
આજના વિષમકાળમાં પણ આવું મસ્ત જીવન જીવી જાણનાર વિભૂતિઓ નિહાળવી હોય તો પરમતા૨ક પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવનારા શ્રમણ-શ્રમણીના - જીવનને નિકટથી પરિચય મેળવવું જ રહ્યો !
તાંબર મૂર્તિપૂજક તપાગચૂછીય પરંપરા કે જે સુવિશુદ્ધ, પ્રાચીન પરંપરા ગણાય છે. છેક ભગવાન શ્રી મહાવીર મહારાજાના પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિ મ. થી અખચિંતપણે વહેતી શ્રમણગંગાના એ પ્રવાહમાં જૈન શાસનનાં મહાન તિર્ધર, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજયરામચંદ્ર સૂ. મનું સ્થાન આગવું છે ! વીરપ્રભુની ૭૭ મી પાટને શોભાવનાર એ મહાપુરુષનું સમગ્ર જીવન દીક્ષા ધર્મને વિજયવાવટે દિગદિગંતમાં લહેરાવતે કરવામાં જ વીત્યું છે. એમ કહીએ તે પણ કંઈ અતિશયોક્તિ નથી, એમની જવલંત બુલંદ શાસ્ત્રીય મોક્ષેકલક્ષી પ્રવચનધારાથી વૈરાગ્યવાસિત બની સેંકડે નહીં પણ હજારો પુણ્યાત્માઓએ શ્રમધર્મને સ્વીકાર કર્યો હતે. જેના પરિણામે સહસ્ત્રાધિક શ્રમણ શ્રમણીનાં સુવિશાળ સંઘના તેઓશ્રી ન યંક બન્યા હતા...! .
તેઓશ્રીનાં જ પ્રવચનેથી પ્રેરાઈ સાધ્વીવર્યા શ્રી જ્યાશ્રીજી મ. પિતાના સંસારી ધર્મભગિની અને ગુરુણ સાદવીવર્યાશ્રી લક્ષમીશ્રીજી મ. સાથે સંસારમાંથી નીકળી શ્રમણી ધર્મને પામી શકયા. એના માટે એમની પૂર્વાવસ્થા નિહાળીએ. રાજનગરની આ જ રળિયામણી ધરતી અને એમાં પણ રમણીય જિનાલયોથી સુશોભિત ઝવેરીવાડ નામને વિસ્તાર ત્યાં રહેતા શ્રેષ્ઠિવર્ય શ્રી વાડીલાલ છગનલાલ શેરદલાલના ધર્મપત્ની મતીબેનની ભક્ષિાએ વિ. સં. ૧૬૦ શ્રાવણ વદ ૧૧ ના શુભદિને પુત્રીરત્નનો જન્મ થયે, નામ એમનું લીલાવંતી પાડયું. કે જે ભાવિના પ્રવતિની પ. પૂ. સા. શ્રી લામીશ્રીજી મ. એજ ઝવેરીવાડમાં વસતા શ્રેષ્ઠિ શ્રી નાનાલાલ ડાહ્યાભાઈને ત્યાં વિ. સં. ૧૯૬૨ની સાલમાં સુશ્રાવિકા વિબેનની રકૃક્ષિએ ભાદરવા સુદ ૧ ના પુણ્ય દિવસે