________________
૪૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
નનામી પત્રિકા બહાર પડી હતી. નાનું બાળક પણ સમજી શકે તેમ છે કે આ નનામી પત્રિકા પૂ. આ. ભશ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા ના સમુદાયને બદનામ
કરવા માટે તેમના વિરોધીઓએ બહાર પાડેલી છે. આ પત્રિકની પાછળ પાછળ જ , ક રિ હુસ્ટની અપીલ અને નિ પાણ-સાંગલી સંઘને ઠરાવ બહાર પડે તેમાં
જેના ઉપકારને યાદ કરવામાં આવ્યો છે અને આ સંઘના એક પરમપક રી મહાપુરૂષને . ભૂલી જવામાં આવ્યા છે- આ બધું વિચારતા, આ બધા વચ્ચે કડી જોડાયેલી છે. એમ કેઇપણ વિચારક માણસ અનુમાન કરી શકે છે. એક સ્વ મહાપુરૂષ અને તેમના અનુયાયી ચતુવિધ શ્રી સંઘને ઉતારી પાડવાના એકમાત્ર ઉદ્દેશથી કાદવ ઉછાળતા અમુક વગના ટેકામ, પિતાને શ્રી સંઘ તરીકે ઓળખાવતાં તો આવી શાસનહીલનાની પ્રવૃત્તિ કરે તેમાં શ્રી સંઘની આશાતના સિવાય બીજું કશું જ નથી. ઉસૂત્ર ભાષણ કરવું, સમુદાયના વડિલોની મર્યાદા લોપવી અને ભૂલ બતાવનારને ભાંગફોડિયા કહેવા આ બધામાં શાસનની પ્રભાવના માનનારાને ભગવાનના શાસનની નહિ પણ પિતાના શાસનની પડી છે. સાચા શ્રી સંઘે આવા “શાસત પ્રભાવકેને આશરો આપે નહિ. પત્રિકા પ્રગટ કરનાર તો જે ઉપકારી મહાપુરૂષના ઉપકારને ભૂલી ગયા છે... તે મહાપુરૂષે શ્રીસંઘનું સાચું સ્વરૂપ સમજાવેલું તેને વર્તમાન શ્રી સંઘ લક્ષ્યમાં રાખે શ્રી સંઘ તરીકે ગૌરવ લેનારાએ શ્રી સંઘ તરીકેની મર્યાદા પણ પાળવી જોઈએ. ભાગવાનની આજ્ઞા ઉપર પગ મૂકનારને પક્ષ લે અને ભગવાનની આરાની વાત કરનારને ભાંગફોડિયા કહેવા- આ શ્રી સંઘના લક્ષણ નથી. શ્રી. સંઘ તે ઉન્માર્ગે ગયેલાને માર્ગે આવવાની ફરજ પાડે. ઠેકાણે ન આવે તેને ફેંકી દે. સાગર મડદાને સંઘર નહિ, ફેંકી દે. કૂવામાં મડદું સડે તે ય ફેંકાય નહિ માટે આપણે કાઢવું પડે. સાચા શ્રી સંઘમાં અને કહેવાતા સંધમાં આ સાગર અને કૂવા જેવી જ ફેર છે. પત્રિકા બહાર, પાડનારા અને અન્ય પણ કેઈને વર્તમાન વિવાદમાં સત્ય શું છે તે સમજવું હોય તે સમજાવવાની મારી તૈયારી છે. સમજ્યા વગર અથવા તે સમજવા છતાં કેઈને બેટી વાતે કરવામાં જ રસ હોય તે તેવાની ઉપેક્ષા કર્યા વિના બીજો ઉપાય નથી.
મુનિ જયદશના વિજયના ધર્મલાભ
વિજય લબ્ધિસૂરિ જ્ઞાનમંદિર નહેરૂ સ્ટ્રીટ, વાપી વિ.સં. ૨૦ પર કારતક સુદ ૫ તા. ૨૮-૧૦-૫
(સુદ્રણદેવથી થયેલ ક્ષતિ સુધારીને વાંચવા ભલામણ - લેખક)