________________
૪૩
વર્ષ ૮૪ અંક-૧૫ તા. ૫-૧૨-૯૫ : ' આત્માને આ વિષયેની સમજ મેળવીને ધર્મ કરવાનું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે. અને ધર્મના અર્થ આત્માઓને આ વિષયેની સમજ ધર્મોપદેશક સાધુ ભગવંતે એ અવશ્ય આપવી એવું પણ શાસ્ત્રકાર ભગવંતે ફરમાવે છે. જે સાધુએ આ વિષયે શ્રાવકેને સમજાવવાની ના પાડે છે, તેઓ સ્પષ્ટ રીતે શાસ્ત્ર અને શાસ્ત્રકારોની આશાતના કરે છે.
જેમ તમે કેટલાક સાધુ ભગવંતે કહીને ઓળખાવે છે તે સાધુ ભગવંતે પણ ઉપર મુજબની શાસ્ત્રકારોની આજ્ઞા મુજબ જ ધર્મના અથીઓને સસૂત્ર-ઉત્સુત્ર, સુગુરૂ-કપુર, સુપાત્ર—પાત્ર-અપાત્ર, મિથ્યાત્વ-સમ્યકત્વ, વંદનીયઅવંદનીય વગેરેની . શાસ્ત્રીય સમજ આપે છે. આવીણ શાસ્ત્રીય સમજ આપવાના કાર્યને “શાસ્ત્રના નામે સંઘમાં ફુટફાટ કરવાની હલકી પ્રવૃત્તિ' ન કહેવાય અને આવી શાસ્ત્રીય સમજ * આપનારા સાધુ ભગવંતેને જૈન શાસનને નુકસાન કરનાર તર” પણ ન કહેવાય. છતાં તમારી ઉપરની પત્રિકામાં તેવા શબ્દો હોવાથી શાસકારોની મહાઆશાતના થાય છે અને માર્ગની અજ્ઞાનતા પ્રગટ થાય છે. '
એક બાજુ, પત્રિકામાં લખ્યું છે કે દરેક સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવં તેને અમે આદર-સત્કાર કરીએ છીએ અને બીજી બાજુ એક ચોકકસ સમુદાયના સાધુસાધવીજી ભગવંતેને “શાસ્ત્રના નામે સંઘમાં ફાટફૂટ પડાવનારા, હલકી પ્રવૃત્તિ કરનારા અને જે ન શાસનને નુકસાન કરનારા તર” તરીકે ઓળખાવ્યા છે. સાધુ-સાઠવીજી ભગવંતે આદર-સાકાર કરવાની આ રીત અતિવિલક્ષણ છે. જોન શાસનની હીલના અટકાવવાના નામે એક ચોકકસ સમુદાયના સાધુ-સાધવીજી ભગવતેની હીલના કરવાથી શ્રી સંઘ તરીકેની શેભા રહેતી નથી.
કોઈ શાસ્ત્રકાર ભગવંતે એ સાચા અને સારા સાધુને અવંદનીય કહ્યા નથી કે તેમને ગોચરી ન વહેરાવવી, અનુકંપાથી વહેરાવવી એમ ફરમાવ્યું નથી. એટલે જ તમે જણાવેલા કેટલાક સાધુ-સાધ્વીજી ભગવંતે એ પણ સાચા અને સારા સાધુમાટે આવું કહેવાનું કેઈ પ્રયોજન નથી. અન્ય સંપ્રદાયના સાધુ-સાધ્વીજીને પણ વહેરાવવાને વ્યવહા૨ પ્રચલિત છે તે સૌ કોઈ જાણે છે. છતાં ગમે તેવી વાત ફેલાવવામાં “શ્રી સંઘ” તરીકે ઓળખાતા સહકાર આપે તે સર્વથા અનુચિત છે.
કુંભજગિરિ ટ્રસ્ટની અપીલ અને નિપાણી-સાંગલી સંઘના ઠરાવની પણ પ્રાસંગિક વાત કરીએ : આજે શ્રી સંઘમાં જે વાતાવરણ ઉભું થયું છે તે વિ.સં.. ૨૦૪૨ અને ૨૦૪૪ની સાલથી ચાલતું આવ્યું છે. આટલા વર્ષોમાં કેઈ સંઘને ઠેરાવ કે : અપીલ કરવાની જરૂર પડી નથી. કુંજગિરિ ટ્રસ્ટ કે નિપાણી–સાંગલી સંઘ પણ મૌન હતે. તાજેતરના થોડા સમયમાં જે ઈસ્લામ ખતરે હું' જેવી ગઢડા વગરની