________________
વર્ષ ૮ અંક ૧૪ તા. ૨૮-૧૧-૫ :
મન, વચન અને કાયાના વ્યાપારમાં સાવધાન રહીને અત્યંત વિશુધ અનુષ્ઠાન કરનારા થવું જોઈએ. કેમકે ગૃહસ્થપણામાં વ્યવહાર શુધિ પણ સામાન્યથી બીજાને ધર્મ પમાડવાનું અંગ છે. ઉચિત વ્યવહાર એ ગૃહસ્થ જીવનને એ છે.
આ જ વાતને વિશેષથી સ્પષ્ટતા કરતા કહે છે કે
વજિજજજ ડણેગવઘાયકારગ ગરહણિજજ બહકિલેસ આઈવિરાહર્ગ સમારંભ ન ચિંતિજજા પરપીડા ન ભાવિજજા દીયં ન ગછિજજા હરિસં ન સેવિજા વિતહાભિનિવેસ ઉચિઅમણવત્તને સિઆ ન ભાસિજા અલિએ, ન ફરસ, ન પે સુન્ન, નાણિબદ્ધ હિઅમિઅભાગે સિઆ છે એવું ન હિસિજજા ભૂઆણિ ન ગિહિહજ અદત્ત ! ન નિરિફિખજજ પરદાર ન કુજા અણસ્થદંડ સુકાયજોગે સિઆ
સાધુપણાને ઉમેદવાર એવા શ્રાવકનું ગૃહસ્થપણાનું જીવન પણ લેકમાં પ્રશંસનીય હોય છે. તેના આચારો જ એવા ઉમદા હોય કે દુશ્મનને પણ તેના પ્રત્યે બહુમાન થાય. માટે જ શાસ્ત્રકાર ભગવંતે એ જૈન કુલાદિની ઘણી જ મહત્તા ગાઈ છે. બીજો વિશેષ ધર્મ કદાચ ન કરી શકે તો પણ જે જે નાચારોને જીવનમાં જીવે તેય તેની દુર્ગતિ ન થાય. શ્રાવક ગૃહસ્થપણામાં પણ કેવી રીતે જીવે તે જ વાતને વિશેષ રૂપષ્ટ કરીને જણાવે છે.
સામાન્ય રીતે અનેક જીવને ઉપઘાત-નાશ કરનાર, સ્વાભાવિક રીતે જ નિંદા કરવા લાયક, જેની પ્રવૃત્તિમાં પણ ઘણો કલેશ શ્રમ થાય છે અને પરલોકમાં દુર્ગતિ આદિને આપનાર એવી અંગારકર્માદિ કર્માદાનેને ત્યાગ કરવો જોઈએ. મહારંભ અને મહાપરિગ્રહને નરકનું કારણ માનનાર શ્રાવક મહારંભાદિ બને ત્યાં સુધી કરે જ નહિ અને કદાચ મને કરતે હોય તે દુખપૂર્વક, કયારે તેનાથી છૂટું તેવી ભાવનાથી કરે પણ તેમ ઉપાદેયપણાની બુદ્ધિ રાખે જ નહિ.
(ક્રમશ:)