________________
-
૪૧૬. .
-
શ્રી જેને શાસન (અઠવાડિક)
સેવિજજ ધમ્મ મિતે વિહાણેણં, અંધ વિવાણુકદ્ધએ, વાહિએ વિવ . વિજજે, દરિદ્રો વિવ ઇસરે, વરીએ વિવ મહાનાયગે ન ઇઓ સુંદર-તરસન્ન તિ બહુ માણુજીને સિઆ, આણકખી, આણપડિછગે, આણુ અવિરાહગે, આણુનિખાયગત્તિ
જેમ આપણે માણસ પડી જવાના ભયથી પિતાને દોરનારને આશ્રય કરે છે, જેમ વ્યાધિવાળો માણસ દુખના ભયથી વૈદ્યને આશ્રય કરે છે, જેમ દરિદ્ર માણસ આજીવિકાંદિને માટે ધનવાનને આશ્રય કરે છે, અને ભયભીત થયેલે માણસ શરણને માટે મહા પરાક્રમી એવા નાયકને આશ્રય કરે છે તેમ ભક્તિ-બહુમાનાદિ વડે, શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે કલ્યાણ એવા ધમ મિત્રને આશ્રય કરવું જોઇએ. કેમકે, કલ્યાણ મિત્ર તેનું નામ છે. જે પાપથી છોડવિ, ધર્મમાં જોડે કહ્યું છે કેપાપારિવારયતિ જયતિ હિતાય,
| ગુહ્ય નિગુહતિ ગણુનું પ્રકટીકરાતિ આપદ્દગત ચ ન જાતિ દદાતિ કાલે,
સન્મિત્રલક્ષણમિદ અવદન્તિ સન્ત ” એ જ પાપથી નિવારણ કરે, હિતના માગે છે. મિત્રની ગુઘવાતને છૂપાવે, નાના પણ ગુણનું પ્રકાશન કરે, આપત્તિમાં મિત્ર આવ્યું હોય તે ત્યાગ ન કરે અને અવસરે બધી જ મદદ કરે તે સન્મિત્રનું લક્ષણ છે, એમ સજજને કહે છે.”
આત્માનું એકાતે હિત અને કલ્યાણ કરનાર એવા ક૯યાણ મિત્રોની સેવાભકિતથી બીજુ કાંઇ રૂડું નથી, એમ માનીને તે ધર્મ મિત્રની ઉપર ભક્તિ અને બહમાનવાળા થવું જોઈએ, તેઓ ન આપે તે પણ તેમની આજ્ઞાની ઈચ્છા કરવી, તેઓ આજ્ઞા આપે ત્યારે રોમાંચિત થઈને, પિતાની છતને બડભાગી માનીને તેમની આશાના અવિરાધક થવું અર્થાત પ્રાણુના ભેગે પણ તેમની આજ્ઞાને વિરાધવી નહિ પણ ઉચિતપણાએ કરીને તેમની આરાના નિષ્પાદક થવું અર્થાત્ આ મુજબનું અનુષ્ઠાન કરવું.
પડિવનધમ્મગુણરિહં ચ વદિજજા, ગિહિસમુચિએ સુગિહિમાયારે, પરિમુઠ્ઠાણુઠ્ઠાણે, પરિસુધમણુકિરિએ પરિમુધવઇકિરિએ પરિસુધિ કાયકિરિએ
- તથા સ્વીકાર કરેલા શ્રાવક ધર્મના ગુણને અર્થાત્ શ્રાવકપણાના તેને લાયક એવા જીવનને જીવનને જીવનારા થવું જોઈએ. એટલે કે ગૃહસ્થપણાને ઉચિત એવા સામાન્ય રીતે વિવિધ પ્રકારના ગૃહસ્થ પણાના સર્વ આચારમાં સામાન્યપણે જ વિશાળ