________________
વર્ષ ૮ અંક ૧૦ તા. ૩૧-૧૦-૯૫ :
-
૩૩૫
આજે એવાઓને સમાધાનીની વાત કરવી પડે છે, તેનું કારણ પણ સ્પષ્ટજ છે કે- મન આંતર સ્વરૂપ ભેદી આડ ચીરી ડેકીયાં કરી રહ્યું છે અને એના પ્રતાપે આવી વાતને આશ્રય શોધવો પડે છે. છતાં યે તમે જે તમારાપણ કેળવી લે, સાચા શ્રાવક બની જાવ સંસા૨રાગને સ્થાને, સંયમરાગને મહત્તા આપતાં શીખો અને પ્રભુવનની પ્રત્યે ક આજ્ઞાની પાલનાની તમન્ના જાગે, પાલના ન થાય તે પણ વિચાર અને વાણીમાં જે એની તન્મયતા આવી જય, તે પછી આવા પ્રશ્નને માટે લેશ પણ અવકાશ નથી જ રહેતો. તમે સમાધાની અને શાતિના નામે મુંઝાવે નહિ. સમાધાની અને શાન્તિના જાપ કરનારાઓને કહે કે પૂછો કે- “તમને પંચાંગી સહિત શ્રી જિનાગમ માન્ય છે? તેમાંની પ્રત્યેક આજ્ઞા સ્વીકારવા તૈયાર છે?* અને તમે એમ પણ આ છો કે
અત્યારના દરેક વિચાર ભેદને અંત શ્રી જિનાજ્ઞાને શરણે રહી લાવ કબુલ છે? ” જો તેઓ “હા” કહે તે અને એ “હા” જે સાચી જ હોય તે- હું તમને કહું છું કે- સમાધાની તે હથેલીમાં પડી છે. ખરે વિરોધ તો ઉસૂત્ર પ્રરૂપણાનો છે, પરન્તુ એ વાત. છુપાવનારાઓ બીજી બીજી ભળતી વાતને ભેળવી, સમાજને ભરમાવે છે. શ્રી જૈન શાસનના સેવકની, સાધુની કે શ્રાવકની સમાધાની ને શાતિની આતુર છે હોય જ. અને ઉપરની શરતેઓ આપણે સદવ સર્વથા સમાધાન કરવા તૈયાર જ છે એ.” . .
છેલ્લે, શ્રી જૈન શાસનમાં સમ્યકત્વ અને મિથ્યાવનું જ સ્વરૂપ બતાવાયું છે તેને સારી રીતના સમજનારા આત્માઓ જ શાસનની સાચી સેવા- ભકિત કરી શકે છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્ય:, અઢારે પાપસ્થાનકની અઢાર સઝાયો ગુજરાતી ભાષામાં બનાવેલી, તેમાં અઢારમા પા૫ સ્થાનકની સજઝાયની જરૂરી વાતેઅર્થ સાથે મોકલું છું. તેના પર પણ પુરીતના વિચાર વિનિમય કરવા ભલામણ.
યોગે મળેલી સઘળી ય સુંદર સામગ્રી અને શકિતઓનો પરમ તારક શ્રી જેન , શાસનને યથાર્થ સમજવામાં સદુપયોગ કરી- કરાવી, શાસનના સાચા સિદ્ધાન્તના પરમાથેરે પામી, શક્તિ પ્રમાણે શાસનની સેવા-ભકિત-આરાધનાદિમાં ઉજમાળ બની આત્માની મુકિત નજીક બનાવે એ જ અભ્યર્થના.
પરમ શાસન પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ, વ. ૫. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાધિરાજના શિષ્યાણ
મુનિ પ્રસ્પનતદશન વિજયના ધર્મલાભ.