________________
૩૩૪
,
: શ્રી જન શાસન (અઠવાડિક)
માંથી ઉતારે કરી એકલું છું. તે વાત આજે પણ તેટલી જ સત્ય અને જરૂરી છે તેમ કોઈ પણ સુજ્ઞ વિચારકને લાગ્યા વિના નહિ રહે. - “સમાધાન, શાન્તિ, એકતા, પરસ્પર મંત્રી અને ધર્મ સહકાર- રો વિગેરે એવી , વસ્તુઓ જ છે કે જેની હર હમેશ ધમી માત્રને ચાહના હોય. કલેશ, કંકાસ, વિરોધ, ધમાલ વિગેરે કેને પસંદ હોય? હુ તે ફરી ફરીને કહું છું કે- એ પણે આત્મ શાતિના અર્થ છીએ. આપણે જીવનને સાત્વિકતાભર્યું બનાવવું છે. આપણને વ્યકિતદ્વેષ નથી. પરંતુ આજની ધમાલ જુદા જ પ્રકારની જણાય છે. જેઓ શાંતિને સમાધાન ઈરછતા હોય, તેઓ કદિ જ શાતિને સમાધાનને નામે પ્રતિ વ્યકિતની પ્રતિષ્ઠા સામે કાદવ ન ઉડાડે પરંતુ જેઓ આ અશાતિ અને અસમાધાનીનાં મૂળીયાં છે, તેઓ પિતાની તે વિકૃત હાલતને, આ શાન્તિની અને સમાધાનીની સફેદ ચાદર નીચે છૂપાવવા મથી રહ્યા છે.
તમે જ કહોને કે- આજે સાધુઓમાં શા માટે આ દશા છે ? નથી છોકરા-છોકરી પરણાવવાનાં, નથી પસા કમાવાના કે નથી લામીના વારસા લેવાના નથી વ્યાપાર રોજગાર કે નથી કેઈ પણ જાતિની લેવડ દેવડને સંબંધી ત્યારે અત્યારે જેને અશાન્તિ-અસમાધાની-વિરોધ કે કલેશ કહેવામાં આવે છે એની જડ કઈ ? કોઈ પણ સુજ્ઞ વિચારક કબૂલશે કે- “આને હેતુ જુદે જ હું જોઈએ.” જે હેતુ જુદેન હોય તે આ શાસન- જ એવું છે કે- સમાધાની ઈચ્છનારા સહેજે સમાધાન કરી શકે, કારણ કેદરેકની, ઉપર શ્રી જિનાજ્ઞાને અંકુશ તો રહે જ છે. - આજે જે બધા એમ કબૂલ કરી લે –કે પંચાગી સહિત શ્રી જિનાગમે અમને શિરસાવધ છે અને એ રીતિની કબૂલાત પછી, જે દરેક વસ્તુને શ્રી જિનાજ્ઞાની કસોટીએ કસાય, તે સહેજે શાનિત સ્થપાય. પરંતુ આજે તે દશા એ છે કે- એમની સ્વેચ્છાભરી વાણીને શ્રી જિનાગમને અંકુશ પરવડતું નથી ઉસૂત્ર કથનને ય સપૂત્ર મનાવવું છે. અને એના ઉપર “સમાજ પ્રીતિ” ને “સમાજેન્નતિના એપ ચઢાવવા છે. પરંતુ વિચારતાં તમને ખ્યાલ આવશે કે- પુણ્યાત્માઓના સદભાગ્યે એ મેહક એપ નીચે છુપેલી ભયંકરતા ખુલ્લી પડી જવા પામી છે અને એથી અનેક આત્મકલ્યાણના અભિલાવી આત્માઓ પિતાના આત્મહિતનું સંરક્ષણ કરી શકયા છે. છતાં શ્રાવક પણની ભાવનાને સંસ્કારોથી અજાણ અને રહિત શ્રાવકો, હજી વ્યક્તિ મેહના પ્રતાપે એવાઓનાં હથીયાર બની રહેલ છે અને આજના ઝઘડાની જડતે ત્યાં છે. જે આ ગેરસમજ દુર થાય તે સમાધાની ક્યાં છેટી છે? કયાં લેવા જવી પડે તેમ છે ?