________________
* “સમકિત શ્રદ્ધાવંતને ઉપન્ય જ્ઞાનપ્રકાશ
-નીલીમાં શાહ
અંતરના અંધિયારા ઓરડાનાં અજ્ઞાનનાં અંધારા ઉલેચી જ્ઞાનને પ્રકાશ રેલાવ. નારું પર્વ એટલે જેનેનું જ્ઞાનપંચમી પર્વ. પંચમકાભમાં આત્માને પદગલિક ભાવના રસમાંથી બહાર કાઢી આધ્યાત્મિક ભાવમાં જોડનાર સર્વશ્રેષ્ઠ આલંબનરૂપ શ્રી જિન પ્રતિમા અને શ્રી જિનાગમ જ છે. સમ્યગ્દર્શન ગુણને ખીલવવા કે નિર્મળ કરવામાં પરમ આલંબનરૂપ એવી જિનપ્રતિમાઓ ભરાવવી કે જિનમંદિરના નિર્માણની પ્રવૃત્તિ હજીયે આ કાળમાં કંઈક અંશે ટકી રહેવા પામી છે. પણ સમ્યજ્ઞાનને નિર્મળ કરવામાં શ્રેષ્ઠ આલંબનરૂપ, સર્વદેશ કાળમાં અજોડ સાહિત્ય ગણાતા એવા “જિનાગમ'ના સંરક્ષણ કે સંવર્ધન તરફ દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે.
જ્ઞાન પંચમી પર્વ જ્યારે નજીક આવી રહ્યું છે ત્યારે એની મહત્તાને સમજીએ તે કંઈક અજ્ઞાનના અંધારા ઉલેચી શકવા સમર્થ બનીશું.
દ્વાદશાંગીની રચના થયા બાદ પુ. ગૌતમસ્વામી મહારાજની પાટ પરંપરામાં પૂ. સુધર્માસ્વામીથી માંડીને છેક પૂ. દેવદ્ધિગણિ ક્ષમાક્ષમણ સુધી આ જ્ઞાનવારસાને સાચવવા માટે મુખપાઠની પરંપરા હતી. ગુરૂ પિતાના એગ્ય શિષ્યને મુખેથી જ સૂત્ર અને અર્થની વાચના આપે અને શિષ્ય પણ કંઠસ્થ કરી એ જ્ઞાનવારસાને આગળ ધપાવે. પણ પછી કાળના પ્રભાવે ભૂલાઈ જવાવા માંડેલા જ્ઞાનના વારસાને ગ્રંથારુઢ કરવાનો પ્રયાસ “વલ્લભી માં પાંચસે આચાર્યોની હાજરીમાં પૂજ્ય દેવદ્વિગણિ ક્ષમાથામણે કર્યો. જેમને જેમને જે જે યાદ હતું એ બધું જ કાં તે કલમ દ્વારા તાડપત્ર પર, કાં તે કાંસ્યપત્ર, તામ્રપત્ર કે રૂપ્ય ને સુવર્ણપત્ર પર લખાવા માંડયું.
અરિહંત પરમાત્માના શાસનના શ્રમણ અને શ્રમણીઓએ એ શ્રુતવારસાને જાળવવા અપાર પ્રયત્ન કર્યો છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજે ૧૪૪૪ગ્ર રચ્યા, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજે સાડા ત્રણ કરોડ લેકની રચના કરી કે મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે હજાર ગ્રંથની રચના કરી છે. જેમના એકાદ કલેકને સમજવવા બીજો એક ગ્રંથ બને એવી અપાર બુદ્ધિના પ્રતીક સમાન યશોવિજયજી મ.ના અમૃતમાંથી સાર કાઢીને રચાયેલાં એ ગ્રંથને જોવા જે આપણે ભાગ્યશાળી બન્યા હોઈએ તે એ જૈન શાસનના એ સાધુ-સાવીની અપાર મહેનતનું ફળ છે. અરે, જેન શાસનની તવારિખમાં જ્ઞાનવારસાની જાળવણીમાં રાજા-મહારાજાઓનું ચે યોગદાન ઓછું નથી કુમારપાળ મહારાજાએ એમના ગુરૂ પૂ. હેમચંદ્રસૂરિ મ.ની તહેનાતમાં સાતસે લહિયા