________________
૩૦૮ :
• : શ્રી જૈન શાસન (અઠવાડિક)
ભગવાનની આજ્ઞા શું છે તે જાણવા માટે, આજ્ઞા ઉપર બહુમાન પ્રગટે તે માટે હમેશા સદ્દગુરૂ મુખે આગમનું-આગમને અનુસરનારા પ્રકરણ મથેનું પણ અધ્યયન અને શ્રવણ કરવાં વડે ભગવાનની પરમતારક આશાને ગ્રહણ કરનારા થવું જોઈએ, તેના અર્થનું ચિંતવન અને મનન કરવા વડે આરાના ભાવુક થવું જોઈએ અર્થાત્ તે આજ્ઞાને- આગમાદિ ગ્રન્થને પરમાર્થ મર્મ જાણનારા થવું જોઈએ. અને દરેકે દરેક પ્રવૃત્તિમાં અનુષ્ઠાનમાં ભગવાનની આજ્ઞાને વિચાર કરીને, આ ગામમાં કહ્યા પ્રમાણે કરવા વડે ભગવાનની આજ્ઞાને આધીન થવું જોઈએ.
ભગવાનની આજ્ઞા મોહ રૂપી વિષને દૂર કરવા માટે પરમ મંત્ર સમાન છે, દ્વેષાદિ રૂપી અગ્નિને શાંત કરવા માટે શીતલ જલ સમાન છે, કર્મરૂપી રોગને નાશ કરવા માટે વૈદ્યક શાસ્ત્ર સમાન છે અને મોક્ષરૂપી ફળને આપવા માટે કલ્પવૃક્ષ સમાન છે.
વજિજજજા અધમ્મ મિત્ત જોગ, ચિતિજજાભિવપાવિએ ગુણે, અણુઈ ભવ સંગએ આ અગુણે, ઉદગ- સહકારિત અથર્મમિત્તાણું, ઉભયલેગગરહિઅત્ત અસુહગપરંપર ચ છે
આત્માના હિતથી છોડાવી આત્માને પાપમાર્ગમાં જોડનાર એવા અધર્મઅકલ્યાણમિત્રેના સંબંધને ત્યાગ કર જોઈએ. નવા પ્રાપ્ત થયેલા અણુવ્રતાદિ ધર્મ ગુણેને વારંવાર વિચાર કર. પ્રાપ્ત થયેલા તે ગુણેથી પડી ન જવાય તે ગુણ હારી ન જવાય માટે અવિરતિપણાને લીધે અનાદિભાવની સંગતિથી સાહચર્યરૂપ બની ગયેલા અનાદિ મલીન તે તે અગુણે- દગુણેને, અકલ્યાણ મિત્રની સંગતિથી જેમની પાપ કાર્યોની અનુમતિને, તેથી જ આ લેકમાં અને પરલોકમાં ગહિતપણાને, તેમજ અકુશલ અનુબંધના કારણે અશુભયોગોની પરંપરાને વિચાર કરીને તે બધાને ત્યાગ કરવા જોઇએ.
જીવ એ ભાવુક દ્રવ્ય છે અને અના િકાલીને કુસં કારેને કારણે બેટી સેબતને સંગ ઝટ લાગી જાય છે. લેકમાં પણ કહેવાય છે કે “સબત તેવી અસર માટે આત્માના કલ્યાણને ઈચ્છનારે અકલ્યાણમિત્રની સોબતને ત્યાગ કરવો જોઈએ. તે માટે સારા પ્રસિદધ તાપસના આશ્રમમાં રહેલ અને લુંટારાઓની પહલીમાં રહેલા પોપટનું દષ્ટાન્ત વિચારવું તાપસેની પાસે રહેલે પોપટ ધર્મની વાત કરતે અને લુકાઓની પહલીમાં રહેતે પિપટ લુંટારુઓ જેવી જ ભાષા બોલતે હતે.
( ક્રમશ )