________________
વર્ષ ૮ અંક ૪૬-૪૭ તા. ૩૦-૭-૯૬
૧૩૫
કે
જ આવે છે પણ પ્રભુ ત્યાં હવે જવાય કેવી રીતે તે મને બતાવે. ત્યાં તે છે રત્ન. અને વળી ખેતીના ઝગઝગાટ, દેવાંગનાઓનાં નૃત્ય, નાટક ચટક અને ગીત-સંગીતને સાગર, ચંદ્રને પણ ભૂલાવે તેવી શીતળતા નથી ત્યાં ગંઢી કાયા, રાગ, શેક અને મજુરી ભર્યું જીવન અહી તે ખીચડીને સ્વાદ લેવું પડે તે પણ હાથ બગાડ પડે ને માં બગાડવું પડે. અહી જરા એ ચેન નહિ પડે. કયાં નલિની ગુલ્મ વિમાનનાં સુખ અને કયાં આ ગરીઆ સુખ.
- મુનિરાજનાં દર્શનના સાથે જ આત્મામાં પરિવર્તન થાય છે. અને અવંતિ સુકમાળની સંસાર પ્રત્યેની આસ્થા ઉઠી જાય છે. મુનિને સાચો માર્ગ બતાવવા પ્રાર્થના કરે છે. | મુનિ રાજ કહે છે કે હે બાળ નલિની ગુલ્મ વિમાનના સુખ સંયમથી મળે છે અને અનુત્તર વિમાનના સુખ પણ સંયમથી મળે છે. પણ તે સુખ તે ક્ષણિક છે. ઝાંઝવાના નીર જેવા છે અધૂરા છે. સંયમથી તે મોક્ષનું અક્ષય સુખ મળે છે અને અવય મેળવી શકાય છે સંસારના વિષય સુખ એટલે તરસ્યાંને ખારા પાણીના સુખ, તે ડબલ તરસ લગાડયા વિના રહે નહિ તેના કરતા મેક્ષના સુખ એટલે પરમ સુખને મેળવ કે જેથી સંસારના અવગતિના ભવભ્રમણથી દુર થવાય.
- અવતિ કહે તે બસ મને ચારિત્ર આપ. હવે હું શું થઈ ગયું છું હવે ૨૭મી દેડવું મારા માટે સહેલું છે. એવું સંયમનું શરણું આપે કે કર્મની સામે ભીષણ લડાઈ કરી ભવજલને પર ઉતરૂં. જગતના સુખ બેકાર તે કાયમ મજુરી કરાવી ઘણું તેલ કઢાવી ચારે આપે, અને જેમ બળદીએ ખુશ થાય છે. તેવી જ આપણી સ્થિતિ છે. આપણને કાળી મજુરી કરાવે અને પુણ્ય થોડું સુખ આપે એટલે આપણે રાજી થઈએ છીએ. મુનિરાજ કહે ઘેર પૂછ તે ખરે માતાની રજા લેવી જરૂરી છે. તે જ '
તરત જ ઉપર આવે છે અને મા પાસે જાય છે માતાના ચરણમાં વેદન કરીને વિનંતિ કરે છે, કહે છે કે હે માતાજી ! મને અનુમતિ આપે કે આર્ય સુહતિ મહારાજ પાસે મારે માનવ જન્મ સફળ કરૂં. માયાના પાંજરામાં પુરાયેલા મને આ બંધન ગમતાં નથી, મને રજા આપો અને મારા આત્મ કલ્યાણના માર્ગને સરળ બનાવે. વિરાગીના આત્માની પહેલી વાણીને ૫૦ કુટુંબમાં કે પડે. કુવે સારે કે જે અવાજ કરીએ તે પડઘે મળે. પણ કુટુંબમાં અવળી પડે છે. જ - t -
મા કહે છે પુત્ર તારૂં તેજ આમ કેમ થઈ ગયું ત્યાં જવાના ખેલ નથી. ત્યાં તે તલવારની ધાર પર ચાલવાનું છે. મીણના દાંતે લોખંડના ચણા ચાવવાના હોય છે. એમ તને રજા નહિ આપી શકાય બેટા અવંતિ.