________________
ર્ષિ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ ?
: ૧૦૫૭
-
ઉપાશ્રયનું સાધન ન હોવાથી એક ગામમાં ધર્મશાળામાં ઉતારે મળે. ત્યાં ઘેડા સંન્યાસીએ પણ ઉતર્યા હતા. અજેનેની વસતી ઘણી મોટી હતી, એની સરખામા !ીમાં જેનેની વસતી સાવ ઓછી હોવા છતાં સાધુઓની આગતા-સ્વાગતા, ભિક્ષાભક્તિ આદિમાં ઉત્સાહિત જેને જોઈને સંન્યાસીઓને મનમાં એક વિચાર આવ્યું કે, આપણી સંખ્યા ઘેડી છે અને આપણને માનવાવાળા ઘરો ઘણા છે. છતાં આપણને સાચવવામાં આપણે વર્ગ ઉપેક્ષા સેવે છે, જથારે આ જૈન સાધુએ ઘણા છે ને જેને વસતી ઓછી છે. છતાં સાધુઓની સેવામાં જેને ખડે પગે રહે છે. આનું કારણ શું ? હશે? આ શંકા એક સયાસીએ પૂ શ્રી આગળ વ્યક્ત કરી, તે જવાબ મળે ?
- “અમે અમારી મર્યાદાઓને વળગી રહ્યા છીએ, તમે મર્યાદાઓને ઓળંગી ગયા. છે, આ જ કારણ છે. છેટું ન લગાડતા વધુ સાચું કહું તે વારંવાર વિનતિ કરવા આવે, પછી અમે ભિક્ષા માટે જઈએ છીએ, એમાંય જરૂરી ચીજ બધે ફરીને મેળવી એ છીએ, માટે અમારી ઉપર જૈનેને સદ્દભાવ ટકી રહ્યો છે, જ્યારે તમારે તે ધળી દાળ (દૂધપાક)ને કાળી રાટી (માલપુઆ) જોઈએ. આ કેઈ ન આપે, તે તમે ચીપીયે ઉગામે ને કયારેક શાપ પણ આપ, પછી તમારા ભકતેને તમારી પર સરભાવ કયાંથી ટકી રહે ?”
સંન્યાસીઓએ પોતાની ભૂલ કબૂલી, ત્યારે પૂ.ધીએ વધુમાં કહ્યું કે, જેને તે જાણે છે કે, અમારા સાધુ કાચા પાણીને અડે નહિ, ભિક્ષા ન મળે તે ય એ જાતે રાંધવા બેસે નહિ કે ખરીદવા પણ જાય નહિ. આવો ખ્યાલ હેવ થી પોતાનું કર્તવ્ય સમજીને પણ ને ભક્તિભાવથી અમારી સેવા ઉઠાવે છે. જ્યારે તમારા સમાજને તે ખબર છે કે, અમારી સાર સંભાળ પર જ અમારા સંન્યાસીઓનું જીવન નથી. અમે ભિક્ષા નહિ આપી, તો ય એમના માટે કૂવાતળાવ ખુલા છે અને રાંધતા એમને આવડે છે. આથી તમારો સમાજ તમારી ઉપેક્ષા સેવે છે. તમારા પૂર્વજોની જેમ તમે ય તમારા આચારોના પાલનમાં ચુસ્ત રહ્યા હતા, તે આજ જેવી દુર્દશા ને થઈ હતી?
સંન્યાસીએ પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી માનું આ પૃથકકરણ સાંભળીને છકક થઈ ગયા. . ' એકતાની આંધી એક એવી ભયાનક ઝડપથી જેન જગતમાં ફેલાઈ રહી હતી કે, એથી ભલભલા સમજુને પણ આશ્ચર્ય થાય. તિથિસત્ય-દેવદ્રવ્ય-ગુરૂદ્રવ્યનું સત્ય જાણે. એ અધીના આવેગમાં નામશેષ બની જશે, એવી દહેશત સેવતા એક ભક્તજને પુશ્રીને પ્રશ્રન કર્યો : સાહેબજી! અધી જોરદાર તેફાન મચાવી રહી છે. અક્કડ રહેતા તાડ જેવા ઝાડને ય ધૂળ ચાટતા કરી દે, એવી રીતે કુંકાતી આ આંધીથી બચવું હોય, તે