SearchBrowseAboutContactDonate
Page Preview
Page 998
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રવચન જ હેય, એથી પ્રવચન સભામાં મેટે માનવ મહેરામણ ઉભરાયે એમાં ભાવનિક્ષપાને જ પૂજય માનતા સ્થાનકવાસી શ્રેતાઓ મોટી સંખ્યામાં હોવાથી પૂજયશ્રીએ પ્રસંગે પાત નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ આ ચારેય નિક્ષેપાઓનું મહત્વ સમજાવવા માડયું. અકાટય તર્કો અને દિલને અપીલ કરી જતી દલીલે સાંભળીને અકળાઈ ઉઠેલા એક શ્રેત,એ પથરે ફેંકવાની અદાથી પ્રશ્ન કર્યો છે ગમે તેટલા તર્કો, ગમે તેટલી દલીલો અને યુકિતઓને આશરે લેવામાં આવે, તે ય એક વાત તે નકકી જ છે કે, કઈ કાળે પથરની ગાયના આંચળમાંથી દૂધ નથી નીકળી શકવાનું. ગાયનું નામ દૂધ ન આપી શકે, ગાયનું ચિત્રય દૂધ ન આપી શકે. દૂધ જોઈતું હોય, તો સાચી ગાય પાસે જ જવું પડે. આ એક અકાટય ' હકીકત છે. પછી નામ-સ્થાપનાદિ નિક્ષેપને આટલું બધું મહત્વ આપી શકાય ? * પૂ શ્રીએ વળતી જ પળે જવાબ આપતાં જણાવ્યું કેણે કહ્યું કે, પથ્થરની ગાય દૂધ મેળવી આપવામાં નિમિત્ત નથી બની શકતી? ગાયને જે ઓળખતે જ નથી, એને પથ્થરની ગાયના માધ્યમે સાચી ગાયની ઓળખાણ આપી શકાય છે. અને આ રીતે સાચી ગાયને ઓળખીને એ જે દૂધ મેળવી શકે છે; એ દૂધ પત્થરની ગાયના માધ્યમથી મળ્યું, એમ કહેવાને ઈ-કાર કેણ કરી શકે છે ? માત્ર અસ્વીકાર કરવાથી કઈ સ્થાપનાનિક્ષેપ નિરૂપયેગી બની શકતે નથી. માત્ર “ભાવ ભાવની વાત કરનારાઓને ય સ્થાપનાદિ નિક્ષેપ માન્યા વિના કયાં ચાલે એમ છે? સંસારના વ્યવહારમાં પણ સ્થાપનાની ડગલે પગલે જરૂર કયાં નથી પડતી? - આ પ્રશ્નાર્થ સભામાં સન્નાટે સરજી ગયે, ત્યાં તે ૫. શ્રીએ આગળ વધતા પિતાને એ ઊંચે કરીને કહ્યું : આ એ ફેંકી દઈને હું તમારે ત્યાં ગોચરી આવું, તે તમે “પધારો” એમ પણ કહે ખરા! સ્થાનકવાસી કે તેરાપંથી સાધુ પણ એ ઘાને આ છે મૂકીને ગોચરી વહેરવા આવે, તે આ સભામાં કઈ જૈન એમને ભિક્ષા વહે વે ખરે? સ્થાપના નિક્ષેપાને જ આ મહિમા નથી શું? ચારિત્ર તે આત્મગુણ છે, પણ એની સ્થાપના આ એવામાં કરાઈ છે. એથી એ ધારણ કરનાર સંયમ ગણાય છે. સૌભાગ્યવતી સ્ત્રી ભાલે ચાંલ્લો કરે છે, એ પતિની સ્થાપના નથી તે શું છે? કેઈપણ સૌભાગ્યવતી સ્ત્રી શું ચાલે ભૂંસવા અને સૌભાગ્ય કંકણ તેડવા તે વાર થાય. ખરી? આમ સંસારમાં સ્થાપના-નિક્ષેપા વિના ચાલતું નથી, તે ધર્મમાં તે ત્રણે નિક્ષેપાના સ્વીકાર પૂર્વક ભાવનિક્ષેપાનું મહત્વ સવીકાર્યા વિના ચાલે જ કઈ રીતે? - પૂ. પ્રવચનકારશ્રીનું હાજર જવાબીપણું અને જવાંમહીપણું જોઈને સૌ છકક થઈ ગયા.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy