SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1000
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) હવે આપે કઈ વિચાર કરવો જ રહ્યો , નહિ તે સકળ સ ઘથી આપ એકલા અટુલા પડી જશો. પૂ શ્રીની નજરમાં પહાડ ઉપસી આવે. એઓશ્રીએ કહ્યું : જૈન શાસનને સમપિત સાધુ તરણ જે પણ ન હોય, એથી એને પવનની એક કુંક પણ નમાવી ન શકે, એ તાડ જે પણ ન હોય, એથી એને ગમે તેવી આંધી ઉખેડીને ફેંકી દઈ ન શકે. જૈનશાસનને સાધુ તે પહાડ જેવો હોય. જે અધીને થ અટકી જવાની ફરજ પાડે. આંધી આવે, ત્યારે તરણું કે તાડને ભય હોય, પણ પહાડને કોઈ જાતને ભય હાય ખરે! પછી આવી નમાલી વાતે શા માટે કરવી જોઈએ ? શ્રીના પહાડ જેવા અણનમ જવાબને ભક્ત સાંભળી જ રહ્યો. અને એ આંધી ખરેખર પહાડ સાથે ટકરાઈને પાછી વળી ગઈ. સત્યની સુરક્ષાના એ મુદ્રાલેખને કઈ ફેરવી ન શક્યું. પૂ શ્રીજીનું જીવન જાણે અસત્ય સામે આક્રમણ જાહેર કરીને સત્યને વિજયનાદ જગવવાનો જ મુદ્રાલેખ ધરાવતું હતું. “સુ” થી સંધિ અને “ક” થી “કિટ્ટા” ! સત્યને સર્વસ્વનું સમર્પણ અને અસત્યના ઓછાયાથી ય અભડાવવાનું નહિ ! આવું જીવનવ્રત જીવનારા હજી કદાચ સામે પગલે ચાલીને કેર્ટના દ્વાર ન ખખડાવે, એ બની શકે, પણ જયારે સામેથી કઈ કેર્ટમાં હાજર થવાની ફરજ પાડે, ત્યારે એ જરાય ગભરાયા વિના કેર્ટના કાંગરેય સત્યને દવજ લહેરાતે મૂકયા વિના પાછા ન ફરે ! ' પૂશ્રી જાત પરના આક્રમણને ખાળવા એકવાર કેટે નહેતા ગયા, આમ છતાં જૈન શાસન પરના આક્રમણને ખાળવા જેટલી વાર કેટે જવું પડયું હતું, એટલીવાર ગૌરવભરી ગતિએ ગયા હતા અને વિજયને વાવટે લઈને પાછા ફર્યા હતા. કેર્ટમાં સત્યના સોગંદ લેવાની વિધિથી જ કાર્યને પ્રારંભ થાય, એથી પશ્રીને પણ આ વિધિ તે કરવી જ પડતી. પણ પૂ.શ્રી એવી વિશિષ્ટ શૈલીથી સોગંદવિધિ કરે છે કે, એ પ્રારંભ જઈને જે ન્યાયાલય પ્રભાવિત થઈ જતું. . અને ખી રીતે સેગંદવિધિ કરતા પૂશ્રી જણાવતા કે, વિ. સં. ૧૯૬૯ની સાલમાં પિષ સુદ-૧૩ ના દિવસે ગધાર તીર્થમાં પૂ. મુનિરાજ શ્રી મંગળવિજયજી મ.ના હાથે જેનદીક્ષાને સ્વીકાર કરતા મેં જે પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞા સ્વીકારી હતી, એમાંની બીજી “અસત્ય બોલીશ નહિ, બેલાવીશ નહિ ને લતાને અનુમોદીશ નહિ” આ પ્રતિજ્ઞાના આધારે હું જણાવું છે કે... - આ રીતની પુત્રીની સેગંદવિધિથી જ કેટ' પ્રભાવિત થઈ જતી. આ વિધિ સહેતુક અને સરહસ્ય હતી. જો સત્ય બલવાની પ્રતિજ્ઞા સ્વીકારીને હું જાવું છું
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy