________________
- ૧૦૪
* : શ્રી જૈન શાસન (અઠવાડિક) મને દુખ મટી ગયે. આ રીતે ત્રિભુવનના જીવનમાં એક ચમત્કાર સર્જાઈ ગયો. ' સૌને વિશ્રવાસ બેઠે કે, જરૂર ત્રિભુવનની મા દેવાત્મા હોવી જ જોઈએ. નહિ તે એના સ્પર્શમાત્રથી આંખને ભયંકર દુખાવે આમ પળવારમાં કયાંથી ગાયબ બની શકે ?
આ રીતે બે વાર પ્રગટ રીતે સહાયક બનનારા દેવાત્મા સમરથ બહેનની સમર્થ સહાય તે પળે પળે અને પગલે પગલે ચાલુ જ હતી, એમ. પૂ. આ. શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂ. મહારાજાના સતત સંઘર્ષમાંય સહર્ષ ટકી શકનારા જીવનને જોતા નથી લાગતું શું? ૧૪. ખમીરવંતુ ધમનેતત્વ
- ૧૯૯૧ની સાલનું અમદાવાદ-વિદ્યા શાળાનું ચાતુર્માસ પૂર્ણ થતા પાટણ, અને રાધનપુરમાં શાસન પ્રભાવનાના અનેકવિધ પ્રસંગે ઉજવાયા. આ પછી આબુતીર્થની યાત્રાનો લાભ લઈને પૂઉપાધ્યાય શ્રી રામવિજયજી ગણિવર પાલનપુર પધાર્યા. ર-૩, દિવસ થિરતા કરવાની ભાવના હતી. પ્રવચન ચાલુ થયા.
સંઘના કેટલાક આગેવાને સુધારક વિચારતા હતા. એમને થયું કે, આ પ્રવ. ચનને પ્રવાહ ચાલુ રહેશે, તે સંઘમાં જાગૃતિ આવશે. એથી બાલદીક્ષા દેવદ્રવ્ય આદિ વિષયે અંગેની પોતાની માન્યતા સામે વિરોધ ઊભો થવા પામશે. આવું કંઇ બનવા ન પામે. એ માટે શ્રી રામવિજયજી મહારાજ પાલનપુરમાં વધુ રોકાય નહિ, અથવા
કાય તે ય આવા પ્રશ્નો પર પ્રવચન ન આપે, એવું કંઈક કરવું જોઈએ. , આવા વિચારથી સંઘના કેટલાક આગેવાનો ઉપાશ્રયે પહોંચ્યા. બપોરને સમય હતે. પૂ. ઉપાધ્યાયજી શ્રી વિજયજી મહારાજ સાધુઓને વાંચન આપી રહ્ય હતા. એક આગેવાને કહ્યું: “અમે આપની સાથે થોડીક વાત કરવા આવ્યા છીએ.”
૫. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું બેલે, તમારે શી વાત કરવી છે? આવેલા ભાઈએમાંના એક આગેવાન કાને જરા બહેરા હતા. એમણે વાતની શરૂઆત કરતાં કહ્યું કે સાહેબ ! આપશ્રી આ શહેરની અને વર્તમાન જૈન સંઘોની પરિસ્થિતિથી અજાણ નહિ જ હે? આજે ઠેરઠેર સંઘર્ષનું વાતાવરણ છે. કેઈ સંઘમાં આજે શાંતિ નથી. બધે જ લગભગ બાલદીક્ષા. દેવદ્રવ્ય આદિની ચર્ચાઓ ચાલે છે. આપ, અહીં પધાર્યા, એ અમારા સંઘનું સૌભાગ્ય ગણાય. સાંભળ્યું છે કે, આપ ત્રણ ચાર દિવસ જ રોકાવાના છે. એથી અમે એટલી વિનંતી કરવા આવ્યા છીએ કે, વ્યાખ્યાનમાં એવા કે પ્રશ્નને ન ચર્ચાય તે સારું. જેથી અમારા સંઘની શાંતિ ડહોળાય નહિ. અમારી આ વિનમ્ર વિનંતિ છે. પણ કદાચ આપ આને, ન સ્વીકારે અને વ્યાખ્યાનમાં