________________
વર્ષ : 9 અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫
,
: ૧૯૪૭
આવા મને ચર્ચાશે, તે પરિણામ સારૂં નહિ આવે તે કદાચ આપની પાસેના આ બાલમુનિએ આપની પાસે નહિ રહી શકે. પલિસ મારફત અમે એમને ઘર ભેગા કરાવી દઈશું. પરંતુ અમને વિશ્વાસ છે કે, આવું કઈ બનવા નહિ જ પામે અને અમારા સંઘની શાંતિ નહિ જે ડહોળાય.”
ગેવાને જે કહી નાંખ્યું હતું. એનો પ્રતિકાર ન થાય, તે ધર્મનેતૃત્વ ક્યાંથી દીપે ? પિતાની સામેના આક્ષેપ હત, તે પૂજયશ્રીને મૌન રહેવામાં કઈ વધે ન હતું. પણ આ તે સત્ય અને શાસન સામે અડપલું હતું. એથી બહેરા આગેવાનને કાનમાં ભૂગલું ભરાવવાનો ઈશારે કરીને પૂજ્યશ્રીએ જવાબ વાળતા કહ્યું -
- “આમ તે અમારે અહીં ખાસ રોકાવાનું ન હતું. પણ તમારી આ બધી વાત સાંભળતા હવે અહીં અઠવાડિયું રોકાવાની ભાવના થાય છે, કારણ કે તે જ તમારો સંધ શાંતિના સાચા સ્વરૂપને સમજીને પૂર્વગ્રહથી મુકત બની શકશે. એ શાંતિને શું બાળવી છે કે, જ્યાં સત્યાસત્યની વાત ન હોય! આવી સ્મશાન શાંતિમાંથી તમારા સંઘને બેઠો કરવા અને જાગૃતિ આણવા હવે આવતી કાલથી જ આ બધા મને પર વિવેચન કરવાની ભાવના થાય છે. તમે બધા પ્રવચનમાં હાજર રહી શકે. છે, અને હું જે આગમ વિરૂધ એક પણ અક્ષર બોલતે હેઉં, તે તમે ખુશીથી મારી કાનબુટ્ટી પકડીને મારી જીભ પણ ઝાલી શકે છે. બાકી જેન સિધાંતની સમજણ અમે જે સંઘની સભાઓમાં પણ ન આપી શકીએ, તે પછી કયાં આપી શકીએ? જાહેર પ્રવચનેમાં આવી વાતને અવકાશ ન હોય, તે પછી જેન સિદ્ધાંતના અમૃતને પીરસવાનું સ્થાન કયું? માટે હવે એક અઠવાડિયા સુધી અહીં રોકાવાને નિર્ણય કરવા પૂર્વક હું તમને સૌને જણાવું છું કે, બાલદીક્ષા, દેવદ્રવ્ય આદિ સમજવા જેવા સવાલને આવતીકાલથી જ, હું ચર્ચવાને છું. એમાં જયાં પણ હું શાસ્ત્રદ્રષ્ટિથી આડો જતે હેઉં, ત્યાં મને અટકાવવાની સંપૂર્ણ સત્તા હું તમને સંપું છું. બોલે, હવે આ અંગે બીજું કંઈ કહેવું છે?
આ પ્રશ્નનાર્થ ઉભે રાખીને એક વાતનું સ્પ ટકરણ કરતાં પૂ ઉપાધ્યાયજી શ્રી રામવિજયજી મહારાજે કહ્યું “બાલમુનિએ અંગે તમે જે કહ્યું. એ વિષયમાં જણવવાનું કે, અમે ખૂબ ખૂબ પરીક્ષા લીધા બાદ દીક્ષા આપીએ છીએ. એથી મારી પાસેના બાલસાધુઓને બધી તાકાત કામે લગાડીને ઘરભેગા કરવાની તમને છૂટ છે. હું પણ જોઉં છું કે તમે એમને કઈ રીતે સમજાવીને લઈ જઈ શકવામાં સફળ બની શકે છે? આ કઈ કાચા ઘડા નથી કે, ટપલી મારતા જ કુટી જાય. આ તે અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થઇને આવેલા સુવર્ણઘટ છે.”