SearchBrowseAboutContactDonate
Page Preview
Page 987
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ : અંક : ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ ! ૧૦૪૫ પૂ શ્રી કંઈ વિચાર કરે, એ પૂર્વે તે એ અજાણી વ્યક્તિ અદશ્ય થઈ ગઈ. સહવતને પૂ. શ્રીએ પૂછયું કે, જરા બહાર તપાસ કરે કે, હમણાં જે વ્યક્તિ બહાર ગઇ, એ કોણ છે ? સાધુઓની નજરમાં તે કે વ્યકિત કે એણે ઉચ્ચારેલી વાણી, આ કશું જ પ્રતિબિંબિત થયું ન હતું. એથી એએ તે તરત જ દરવાજો ખેલીને બહાર ગયા તે ત્યાં કઈ વ્યક્તિ જોવા ન મળી. સાધુઓ સાશ્ચય રૂમમાં પાછાં આવ્યા. એમણે બધી વાત કરી, તે પૂ.શ્રીએ કહ્યું કે હમણાં જ એક ભાઈ આવીને મને કહી ગયા કે, ચિંતા ન કરતા, હજી લગભગ બે દસકા સુધી તમને કઈ વાંધો નહિ આવે. મેં એ વ્યક્તિને જોઈ અને એના આ શબ્દો કાનેકાન સાંભળ્યા. છતાં તમને કંઈ જ ખબર નથી, એ આશ્ચય ગણાય ! જે વ્યક્તિને પૂ.શ્રી જોઈ-સાંભળી શકયા, એ જ વ્યક્તિને નજીકમાં બેઠેલા સાધુએ ને તે જોઈ શકયા હતા કે ન તે સાંભળી શકયા હતા. એથી એએએ કહ્યું: સ હેમજી આપને માતુશ્રી દેવ બન્યા છે. અને અવારનવાર અદૃષ્ય રીતે સહાય કર્યા કરે છે. એજ દેવાત્મા એ આગાહી કરવા આવ્યા હોવા જોઈએ. આ પને એકવાર બાળપણમાં પ્રગટપણે માતાએ સહાય કરેલ. એ પછી એમાં પ્રગટપણે આજે હાજરાહજુર થયા લાગે છે. અ દેવી આગાહી સાંભળ્યા પછી સૌના દિલને દિલાસે મળે, અને આ પછી થડા જ સમય બાદ શ્રી સાજા થયા. આગાહી મુજબ બે દસકામાં કંઈક એવું સત૨ વર્ષનું જીવન પશ્રીએ પૂર્ણ કર્યું. આ આગાહી બાદ પૂ.શ્રી બરાબર ૧૭ વર્ષ જીવ્યા. આ પૂ.શ્રીના માતુશ્રી સમરથબેન મૃત્યુ પામીને દેવ બન્યા હોવા જોઈએ, આ જાતની પ્રતીતિ કરાવતે એક પ્રસંગ બાળ૫ણામાં પણ બન્યું હતું, પૂ શ્રી “ત્રિભુવન નામધારી હતા, ત્યારે માતાના સ્વર્ગવાસ બાદ એકવાર બાળ ત્રિભુવનની આંખમાં સખત દુખાવે ચાલુ થયો. આંખે બોલી પણ ન શકાય એ ભયંકર દુખાવો સહન કરતો ત્રિભુવન દાદા પાસે સૂઈ ગયા હતા, એ દાદર, ઉપરના માળ પર લઈ જતું હતું. આખી રાતને ઉજાગર હતું ને આંખમાં પાછો દુખાવો થતો હતો એથી ત્રિભુવન એકલે પડયે પડયે પડખાં ફેરવી રહ્યો હતે. આખે બંધ હતી. આસપાસ કેઈ ન હતું. એમાં એકાએક માળ પરથી નીચે ઉતરતા પિતાની મા સમરથમેન એને દેખાયા. ધીમે પગલે તેઓ ત્રિભુવનની પાસે આવ્યા અને તેની દુખતી આંખે પર હાથ ફેરવ્યા. તે વખતે ભયભીત વિભુવનથી રાડ પડાઈ ગઈ અને આંખો ખુલી ગઈ, તેની રાડ સાંભળીને આજુબાજુમાંથી દાદીમા-ફેઈ આદિ દેડી આવ્યા. સૌએ પૂછ્યું બેટા ! શું બહુ દૂખે છે? તેં હમણાં રાડ કેમ પાડી ? ત્રિભુવને કહ્યું કે મારી માતા મારી પાસે આવી અને મારી આંખ પર હાથ મુકયે એથી મારાથી રાડ પડી ગઈ. મા અદૃશ્ય થઈ ગઈ પણ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy