________________
વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭–... :
: ૧૦૨૭
બાર સાધુઓમાં પિતે સૌથી નાના હતા અને દીક્ષા લીધાને હજી વર્ષ પણ પૂરું થયું ન હતું. એથી શ્રી રામવિજયજી મહારાજને થયું કે, આ તે મજાકમાં મને કહેતા લાગે છે. એથી એમણે આ વાત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત ન કર્યું અને સવારે પોતાના રોજીંદા ક્રમ મુજબ અભ્યાસ કરવા બેસી ગયા. પૂ. ઉપાધ્યાયજી મહારાજને વિશ્વાસ હતું કે, બીબા તૈયાર હો કે બેઠા હોગા. - શ્રી રામ વિજયજી મહારાજને ત્યારે પૂ ઉપાધ્યાયજી મહારાજ “બીબાના નામે જ સંબકતા. વ્યાખ્યાનનો સમય થયે. શ્રાવકે વ્યાખ્યાન માટે વિનંતિ કરવા આવ્યા ત્યારે ઉપાધ્યાયજી મહારાજે કહ્યું રામવિજયજી કે લે જાવ !
તે કાળને સમજુ, ગંભીર અને ગુરૂવચનને શિરોધાર્ય કરનારા શ્રાવકે શ્રી રામવિજયજી મહારાજ પાસે પહોંચ્યા. અને એમણે વ્યાખ્યાન વાંચવા પધારવાની વિનંતી કરી. ગઈ રાતની વાત યાદ આવી જતાં જરાક મુંઝવણ સાથે શ્રી રામવિજયજી મહારાજ ઉભા થયા ને પૂ. ઉપાધ્યાયજી મહારાજ પાસે જઈને એમણે કહ્યું: ગુરૂદેવ ! હું વળી વ્યાખ્યાન કેમ કરી શકીશ? - પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું : કચું કલ તુઝે કહા થા ન? તયારી નહી કી કયાં ? .
આ વાર્તાલાપ સાંભળી રહેલા પૂ. પં. શ્રી દાન વિજયજી મહારાજે કહ્યું : મહારાજ કહી રહ્યા છે, તો આજ્ઞા સ્વીકારી લે, તને વાંધો નહિ આવે.
શ્રી રામવિજયજી મહારાજ આજ્ઞા શિરોધાર્ય કરીને પાટ ઉપર બેઠા કયા વિષય પર બોલવું? પાઠશાળામાં ગેખેલી સમકિતના સડસઠ બેલની સજઝાય યાદ આવતા જ એમની મુંઝવણ મટી ગઈ. અને સમકિતના વિષય પર એ દિવસે કશી જ પૂર્વ તૈયારી, વિના એમણે પ્રવચનને પ્રારંભ કર્યો. પહેલે જ પ્રયાસ હેવાથી એ પ્રવચન જરા ઝડપથી એમણે પૂર્ણ કર્યું. ઉપાધ્યાયજી મહારાજે ઉપર બેઠા બેઠા આ પ્રવચન સાંભળ્યું હતું. એથી પ્રવચન પૂર્ણ થયા બાદ પોતાની સેવામાં ઉપસ્થિત થનાર રામવિજયજી મહારાજ પર અતરના અકૃત્રિમ આશીર્વાદ વરસાવતા એમનાથી સહસા બેલાઈ જવાયું બીબા ! કિતના સુંદર વ્યાખ્યાન દીયા ! તું તે જમ્બર શાસન પ્રભાવક હેગા, ઈતના ખ્યાલ રખના હિ, અબસે વ્યાખ્યાન ધીરે ધીરે કરના !
વચન સિદ્ધ એક વિભૂતિના અંતરના ઊંડાણમાંથી નીકળેલા આ આશીર્વાદ હતા. એ કદી અફળ રહે ખરા? સાવ સહજ રીતે “સમકિતના વિષયને અનુલક્ષીને વહી નીકળેલું એ પ્રવચન વહેણ આજીવન સમ્યકત્વનું જ સંદેશવાહક બની રહ્યું. *