________________
૧૦૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ગુર્વારા પ્રાપ્ત થતાં જ શ્રી રામવિજયજી મહારાજ સભા સ્થળે જવા રવાના થયા. સભામાં કણ કણ પ્રવેશે છે, એનું નિરીક્ષણ કરતા આચાર્યદેવની નજર આવી રહેલા શ્રી રામવિજયજી મહારાજ પર પડી. તેઓ એકદમ ડઘાઈ ગયા ને પૂછી બેઠા : કેના આમંત્રણથી આવે છે?
- શ્રી રામવિજયજી મહારાજે તરત જ જવાબ વાળ્યો: આપને આમંત્રણથી જ આવ્યો છું. મને અઢારમું બેસી ગયું છે. પિતે ગણિત માંડવામાં ભૂલ્યા હતા. એને ખ્યાલ આવી જતા જ આચાર્યદેવે નૂતન મુનિને કહ્યું : વ્યાખ્યાન આપશે ને ? જવાબ મળે : આમ તે હું સાંભળવા જ આવ્યો છું. છતાં આપની ઇછા હશે, તે સભામાં છેલ્લે થોડું બોલીશ. '
આ જવાબ સાંભળીને આચાર્યદેવના આઘાતને પાર ન રહ્યો. પોતાની બધી જ ધારણાઓ ધૂળમાં મળી જતી જોઈને “વિધવા વિવાહ” પ્રથન વચમાં લાવ્યા વિના જ અડધા કલાક બીજી બીજી વાત કરીને એમણે સભાનું વિસર્જન કરી નાંખ્યું..
- દીક્ષાના પ્રથમ વર્ષે જ જેમની હાજરી–માત્રથી અસત્યના આવરણ પિતાને લેશ પણ પ્રભાવ બતાવ્યા વિના જ વેરવિખેર થઈ ગયાં. એ પૂ આ. શ્રીમદ્દ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના જીવનની છેલ્લી ઘડી પળ સુધી અસત્ય સામે ના સંગ્રામમાં ઝુકે નહિ, પણ ઝઝુમતા જ રહે, એમાં નવાઈ શી? પ. વાણીબીજ પર અમૃતવર્ષ '.
- વિક્રમની ૧૯૬૯ની સાલનું પ્રથમ ચાતુર્માસ પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર આદિ બાર મુનિવરેની નિશ્રામાં સિનેર થયું, આ ચાતુર્માસમાં એક પ્રસંગ એ બની જવા પામ્યો છે, જેથી શ્રી રામવિજયજી મહારાજના અંતની ધરતીમાં વ્યાખ્યાન વાચસ્પતિ' બિરૂદને શોભાવનારૂં જે વાણી બીજ ધરબાયેલું પડયું હતું. એની પર વચનસિધ્ધ પુરૂષના હાથે અમૃતનું અભિસિંચન થવા પામ્યું.
નર્મદાનદીનાં કાંઠે વસેલા આ સિનોરમાં એ જમાનામાં એ ઉપરાંત જૈન પરિવાર વસતા હતા. ચાતુર્માસને કાળ ચાલતો હતે. અને પ્રવચનની જવાબદારી પૂ. પં. શ્રી , દાનવિજયજી મહારાજના શિર હતી. એમાં એક દિવસ એવું બન્યું કે, પૂ. પંન્યાસ- પ્રવરશ્રીની દાઢમાં દુખ થયે બીજા દિવસે વ્યાખ્યાન વાંચી શકવાની અશક્તિ એમણે દર્શાવી, ત્યારે ચરણસેવા કરી રહેલા શ્રી રામવિજયજી મહારાજને પૂ. ઉપાધ્યાયજી મહારાજે આજ્ઞા ફરમાવી કે, બીબા ! કલ કા વ્યાખ્યાન તેરે કું કરને કી હ, તેયારી કર લેન.