________________
૧૦૨૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
. જેમની નિશ્રામાં સેંકડો દીક્ષાએ ધામધુમથી થવા પામી, એ પૂ આ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજને દીક્ષા મેળવતા આ રીતે ધોળે દહાડ તારા નીચે ઉતારવા જેવો કે પ્રચંડ પુરૂષાર્થ કરે પડ હશે, એની માહિતી આજે કેટલાને
૩. માતાનો મહાવેશ
દીક્ષા ગ્રહણ કર્યા પછીના થોડા મહિનાઓ બાદ બનેલો આ પ્રસંગ છે. શ્રી રોમ વિજયજી મહારાજની કુનેહભરી વર્તણું કથી પાદરાનું દીક્ષાવિરોધી વ્યા ૫ક વાતાવરણ ઠીકઠીક શાંત થઈ ગયું હતું. રતનબા જેવી વ્યકિત જયારે ત્રિભુવને લીધેલા પગલાંની અનુમોદના કરનારી બની જાય, પછી સગાવ્હાલાઓને વિરોધ કયાં સુધી ટકી શકે?
શ્રી રામવિજયજી મહારાજ હોવાથી માનતા હતા કે, મારા માથે દાદીમા રતનબાનું મોટું ઋણ છે, કેમકે હું દીક્ષા પામી શકયે, એના મૂળમાં રતનબાનું સંસ્કાર સિંચન જ રહેલું છે. એથી પાદરાનું વાતાવરણ જરાક શાંત થાય, એટલે મારે પાદરા જઈને રતનબાને “ધર્મલાભ આપવા દ્વારા એમનું હૈયું એવું બનાવવું જોઇએ કે, આ કક્ષાની અનુમહિનાનું પુણ્ય ભાથું એને બાંધી શકે! • આવી ભાવના ગુરૂદેવ સમક્ષ વ્યકત થતા ગુરૂદેવે સમય જોઇને શ્રી રામવિજયજીને સાથે લઈને પાદરામાં પ્રવેશ્યા. રતનબાના આંનંદની અવધિ ન રહી. શ્રી રામવિજયજી મહારાજ રતનબાના ઘરે વહેરવા ગયા. સમજુ રતનબાને મેહ પાછો ઉછાળા મારી ગયો. શ્રી રામવિજયજી મહારાજ ઘરમાં પ્રવેશયા અને રતનબાએ અંદરથી બારણું બંધ કરી દઈને કહ્યું :
હવે હું તમને જેવા દઈશ નહિ, હું જીવું ત્યાં સુધી તમારે અહીં જ રહેવાનું - શ્રી રામવિજયજી મહારાજ સમજી ગયા કે, આ મોહને આવેશ છે. એથી મહાવેશને શમાવવા શાની વાત આગળ કરતા એમણે એટલું જ કહ્યું: “મારાથી આ વેશમાં અહીં રહેવાય.
આટલા નાનકડા પ્રનાથે રતનબાને મહાવેશ શાંત થઈ ગયા. છતાં એમણે બીજી માંગણી મુકતાં કહ્યું કે, તે હું જીવું ત્યાં સુધી પાદરામાં જ રહેવાની વિનંતી સ્વીકારી
શ્રી રામવિજયજી મહારાજે પુના કહ્યું, “વગર કારણે આ રીતે સ્થિરવાસ કરવાની પણ ભગવાનની આજ્ઞા નથી, આ વાત તમે નથી જાણતા શું ?” લાડકવાયાના આ