________________
વર્ષ ૭ અંક ૪૫-૪૬
તા. ૨૫-૭-૯૫ :
* ૧૦૨૩
છે. ભરૂચ આવતા જ પાદરાથી સગા સંબંધીઓનું ટેનું ઉતરી પડયું. પૂ. ઉપધ્યાયજી મહારાજને નૂતન મુનિવરે કહ્યું કે, આપ જરાય ચિંતા કરતા નહિ, હું બધાને સમજાવી દઈશ.'
' . ' પાદર માં દીક્ષાના સમાચાર જ્યાં પહોંચ્યા, ત્યાં જ ધમાલ મચી ગઈ. ગમે તે રીતે ત્રિભુવનને ઉપાડી લાવવાની વાતો સગાવહાલાઓ કરવા માંડી. અને . આવા જ ઝનૂન સાથે ની ભરૂચ જવા રવાના થયા. રતનમાને પણું આઘાત તે ખૂબ જ લાગે હિતે, પણ ૨. સમજુ દાદીમા હતા. એથી એમણે ત્રણ ચાર ડાહ્યા માણસોને ખાનગીમાં લઈ જઈને કહ્યું કે, ત્રિભુવને જે ખરેખર દીક્ષા જ લઇ લીધી હોય અને એ અહીં આવવા રાજી જ ન હોય, તે એને ઉપાડી લાવવાની મહેનત ન કરતાં પણ મારા તરફથી એને કહેશે કે, હવે સાધુપણું બરાબર પાળે!
, પાદરા થી નીકળેલું ટેળું ભરૂચમાં પ્રવેશ્ય અને ઉપાશ્રય ગાજી ઉઠયું. શ્રી રામ વિજયજીએ કરીને કહ્યું: “આમ ધાંધલ ધમાલ કરવાનો શો અર્થ? તમને બધાને જવાબ આપવા હું બંધાયેલો છું માટે બધા શાંતિથી બેસે.” બધા બેસી ગયા. બે કલાક સુધી વાતચીત ચાલી. પણ નુતન મુનિ તે મકકમ જ હતા, એ મકકમતા જોઈને ડાહ્યા માણસો એ કહ્યું: “અમારી સાથે રતનાબાએ કહેવડાવ્યું છે કે, શ્રી રામવિજયજી આવવા રાજી ન હોય તે બળજબરીથી લાવતા નહિ, અને મારા વતી એમને કહેજો કે, હવે સંયમ મારી રીતે પાળે !”
આ વાત થતા જ બંધ મામલે શાંત થઈ ગયે. સૌ વિલે મોઢે પાદરા તરફ પાછા ફર્યા 5 ઉપાધ્યાયજી મહારાજ, રામવિજયજીની મકકમતા જોઈને છક્ક થઈ ગયા. એમણે નહેતું ધાર્યું કે, વિદનેના આ વાદળ આ રીતે વરસ્યા વિના જ વિખરાઈ જશે.
ભરૂચથી વિહાર કરીને બધા મુનિવરો જબુસર આવ્યા. ત્યાં પૂ. પ્રેમવિજયજી મહારાજ આદિ શ્રી રામવિજયજી મહારાજને લેવા આવી પહોંચ્યા હતા. જંબુસરથી વડોદરા પહોંચવાનું હતું. એથી વચમાં ૫ દર આવતું હોવા છતાં એના પાદરેથી વિહાર કરીને સૌ વડેદરા પહોંચ્યા. બે દિવસમાં ત્રીસ માઈલનો વિહાર થયો હોવાથી શ્રી રામવિજયજી મહારાજના પગે સેજા આવી ગયા. - બે ત્રણ દિવસના ઉપચ ર પછી સે જા ઉતરી જતા નૂતન મુનિશ્રીને વડી દીક્ષાના જોગમાં પ્રવેશ કરાવવામાં આવ્યું અને ૧૯૬૯ના ફાગણ સુદ બીજે પૂ. મુ. શ્રી હંસવિજયજી મહારાજની અને પૂ. પં. શ્રી સંપત વિજયજી ગણિવરની નિશ્રામાં વડી દીક્ષા થતા સૌને આનંદ નિરવધિ બન્ય