________________
૧૦૧૬ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પાંચ વર્ષની વયે પાદરાની ગુજરાતી શાળામાં શિક્ષણ લેવાને બારંભ કરનારા ત્રિભુવને તેર વર્ષની વયે સાત ગુજરાતી તથા એક અંગ્રેજી ચે પડીને અભ્યાસ કરીને કુલ છોડી દીધી હતી. વ્યવહારિક શિક્ષણ સાથે એણે પાંચ પ્રતિક્રમણ, પ્રકરણ, ભાગ્ય કર્મગ્રંથ, રતવન સજઝાય આદિને ધાર્મિક અભ્યાસ નવ વર્ષ સુધીમાં પૂરો કરી દીધે હતે અને આગળને ધાર્મિક અભ્યાસ ચાલુ રાખ્યું હતું.
. આ છ વર્ષની વયે રતનબાના ધર્મસંસ્કારથી સંસ્કારિત બનેલા ત્રિભુવને સંયમ ન લેવાય, ત્યાં સુધી શ્રી આણું દશ્રીજી મહારાજ પાસે, ઘેબરના ત્યાગની પ્રતિજ્ઞા કરી હતી. રતનબા સમજતા હતા કે, ત્રિભુવન સંયમ સવીકારવા જ જન્મે છે, એથી સંયમના સંસ્કારે નાખતા રહેવા છતાં મહાવેશથી તેઓ અવારનવાર એમ પણ કહેતા કે, બેટા ! તારે દીક્ષા જરૂર લેવાની છે, પરંતુ મારા મૃત્યુ પછી ! - નવ વર્ષની વયથી જ ઉકાળેલું પાણી પીનારા અને બાર વર્ષની વયથી ઉપશ્રયમાં બેસવા-ઉઠવા અને સુવાનું રાખનારા ત્રિભુવને નવ વર્ષની વયે ભાગી જઇને એકવાર શ્રી નીતિવિજયજી દાદાના પ્રશિષ્ય શ્રી ચંદનવિજયજી મહારાજ પાસે સંયમ સ્વીકારવાને પ્રયત્ન કરેલ. પણ સગાવહાલાઓને આ વાતની ખબર પડી જતા સો ત્રિભુવનને ત્યાંથી ઉઠાવી લાવેલ. * આ ઘટના બન્યા પછી ત્રિભુવનની સંયમની ભાવનામાં એટગ્લાવવા સગાવહાલાએએ પ્રયત્ન કરવામાં જરા ય કચાશ ન રાખી. કેઇએ એને કહેલું : તારા માટે બનાવેલા આ બધા કપડા ફાટી જાય, પછી તું દીલાને વિચાર કરજે, ત્યારે રેકર્ડ જવાબ મળેલ કે, લ વે કોતર, અત્યારે આજે જ બધા કપડા ફાડી નાંખું.
કેઇએ કહેલું : ત્રિભુવન અમારી માવ-મિલ્કત ને પેઢીઓ ! આ બધું જ તારા નામે કરી દેવા અમે તયાર છીએ, શરત એક જ કે, તું દિક્ષાની વાત ભૂલી
જાય તે ? ત્યારે પણ જવાબ મળેલ કે, ધર્મની પેઢી ચવાવવાનું મૂકી દઈને કર્મની, 'આ પેઢીએ મને બેસાડવાને તમને બધાને કેમ આટલો બધે આગ્રહ છે, એ જ મને સમજાતું નથી..
દીક્ષાની વાત વારંવાર ઉચ્ચારતા. ત્રિભુવનને એના કાકા તારાચંદભાઈ અને મેહનલાલ વકીલ એકવાર વડોદરાના કેટના એક પારસી જંજ પાસે લઈ ગયા અને જજને કહ્યું સાહેબ ! આ છોકરીને કંઈ સમજાવે ને ? વાતવાતમાં દીક્ષા સિવાય આને બીજું કશું જ યાદ આવતું નથી ?