________________
વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ ૪
, # ૧૦૧૭
જજે જરા રાફ સાથે ત્રિભુવનને પૂછ્યું : શું સંસારમાં રહી ધર્મ નથી થઈ શકત કે દીક્ષાની વાત કરે છે. ? ધમ તે સંસારમાં રહીને પણ થાય*! .
ભલભલા જેની આગળ અંજાઈ જાય, એવા જજને રોકડ જવાબ આપતા ત્રિભુવને કહ્યું : આપ સંસારમાં રહીને અત્યારે કયે કર્યો ધમ કરે છે, એ મને જરા જણાવે, પછી હું આપને જવાબ આપું. '
આ સાંભળીને જજે કહ્યું કે આ છોકરે તે દીક્ષા લેવા જ સજાવે છે. એને તમે નહિ જ રોકી શકે !
ત્રિભુવનના સગાએ એ સમયમાં “મુંબઈ સમાચારમાં એક એવી જાહેર ખબર પણ પ્રગટ કરી હતી કે, ત્રિભુવન દીક્ષા લેવાની ભાવના ધરાવે છે. પણ કેઈએ એને દીક્ષા આપવી નહિ. જે કઈ દીશા આપશે, એની સામે કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે ! આ બહેરાતને જવાબ વાળતા ત્રિભુવને કહેલું કે દીક્ષા તે મારે લેવી છે ને ? હું મજબૂત છું, પછી આવી જાહેરાતને શું અર્થ છે?
પાદરા તે વિહારનું ગામ. એથી કેટલાં ય સાધુઓ વિહારમાં આવે ને જાય. ત્રિભુવન ઉપાશયમાં જ લગભગ રહે, સાધુઓને એ ગેચરી લઈ જાય; વિહાર આદિની બધી વ્યવસ્થા એ સંભાળે. વિહારમાં આવેલા અપરિચિત મુનિએ ને શરૂઆતમાં એ વંદન ન કરે જયારે સુસાધુતાની પૂરી ખાતરી થાય ત્યારે જ એ વંદન કરે. એ કાળના સાધુઓ પણ અજોડ હતા, બધી વાત જાણ્યા પછી એ ત્રિભુવનની પીઠ થાબડતા કહેતા કે, બચ્ચા ! ધર્મના વિષયમાં આ જ પકડે રહેજે. પાણી પીધા પછી કાંઈ ઘર પૂછવા ન જવાય છે માટે સુસાધુતાની ખાતરી થાય, પછી જ સાધુઓના ચરણમાં માથું ઝુકાવજે.
પાદરામાં રતનબાનું જાજરમાન વ્યક્તિત્વ જેમ નમનીય હતું, એમ ત્રિભુવનના વ્યક્તિત્વને પણ વડીલો માન્ય રાખતાં રતમા જયારે પૂજા કરવા નીકળતા, ત્યારે વેપારીઓ પણ દુકાન પરથી નીચે ઉતરીને એમની અદબ જાળવતા, એમ સંઘના આગેવાને ઘણી બધી બાબતમાં ત્રિભુવનને લઈને જ આગળ વધતા. ૪
એકવાર પૂ. સાગરજી મહારાજનું પાદશ પધારવાનું નકકી થયું. પાદરામાં શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજને માનવાવાળે વર્ગ ઠીકઠીક હતું, ત્યારે આ વર્ષે વ્યાખ્યાનની પાટની બે બાજુ શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજના મોટા મોટા ફેટા ગોઠવી દીધા. ત્રિભુવનને થયું કે, આ મને વાતાવરવુ વિશ્લબ્ધ ન બનવું જોઈએ. એથી પૂ. સાગરજી મહારાજ પાસે આગલા મુકામે પહોંચી જઈને ત્રિભુવને બધી પરિસ્થિતિ જણાવીને અંતે