SearchBrowseAboutContactDonate
Page Preview
Page 957
Loading...
Download File
Download File
Page Text
________________ -: ગુરૂ મળજો તે આવા મળજો :-પૂ. આ. વિજય પૂર્ણ ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ (૧) પુત્રના ક્ષણ પારણે પુત્રના લક્ષણો પારણામાંથી જ પરખાઈ આવતા હોય, તેા પછી પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અજોડ સુલક્ષણા બાળપણથી જ ઝળકયા વિના ન રહે, એમાં શી નવાઇ ? સધસ્થવિર જૈન શાસનના જચેતિધર પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસુરીશ્વરજી મહારાજા' તરીકે જે સૂર્ય પાતાના અસ્ત ટાણે પણ મધ્યાહન કરતાં ય સવાયેા પ્રકાશ પાથરી ગયે, એ સૂર્યના શ્રી શમવિજયજી મહારાજ' તરીકે જયારે હૃદય પણ થયા નહતા. પરંતુ ત્રિભુવન’ ના રૂપમાં જેના હજી તે અરુણા ય જ આર ભાયા હતા, એ ખારભ પણ કેટલે આભા અને અસ્મિતા. ભર્યાં હતાં, એની પૂરી પ્રતીતિ કરાવી જતા થાડાક પ્રસંગે જોઈએ. જે સાલમાં પૂ. આત્મારામજી મહારાજા સ્વર્ગવાસી અન્યા; એ જ ૧૯૫૨ ની સાલમાં જન્મ. ગામવાનું સૌભાગ્ય ધરાવનાર ત્રિભુવનના પુણ્યના આમ તા જો કે જોટા જડે એમ ન હતા. છતાં બીજી રીતે વિચારીએ, તે એના સૌભાગ્યની આસપાસ ઠીક. ઠીક વિઘ્ન ને વિપત્તિઓ પણ ઘેરાયેલી હતી, એથી જ એના જન્મ બાદ દસ દિવસે પિતા છેટાલાલ રાયચંદ ચુડગર પાદરામાં સ્વર્ગાવાસી બન્યા. એમની ખરાબ તબિયતના સમાચાર મળત જ સમરથબહેન એક ટોપલામાં નવજાત ત્રિભુવનને લઇને દહેવાણુથી પાદરા જવા રવાના થયા, પણ મા-દીકરા પાદરા પહોંચે, એ પૂર્વે તે છેોટાલાલભાઈના જીવન-દીપ બુઝ્રઈ ગયા. આ પછી ત્રિભુવન જયારે સાત વર્ષના થયા, ત્યારે પ્લેગ રેગ ફેલાતાં સમથહેનને જીવનદીપ પણ આલવાઇ ગયા. .. ત્રિભુવન માટે આ કઇ જેવા તેવા આઘાતજનક મનાવા ન ગણાય ! આમ છતાં પૂના કોઇ મહાપુણ્યના મહાદય જ એને ‘રતનબા'ને ભેટો કરાવી ગયા. તેવુ. વર્ષનુ દીર્ઘાયુ ધરાવતા રતનબા ના પુણ્યોગ જ ત્રિભુવનમાં ધરબાયેલા. ‘શ્રી રામવિજયજી મહારાજનું પ્રગટીકરણ કરી ગયા. માત પિતાની છાયા ગુમાવી બેઠેલા ત્રિભુવનને જો પેાતાના–પિતાના પિતાના માતુશ્રી રત્નમણીબહેન (પિતા છેટાલાલ,એમના પિતા રાયચંદભાઇ, એમના પિતા, માનચંદભાઈના ધર્મ પત્ની રત્નમણીબહેન)ને ભેટોન થયેા હાત, તે કદાચ જૈન જગતને શ્રી રામચન્દ્રસરીશ્વરજી મહારાજાની ભેટ પણ ન મળી હત.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy