SearchBrowseAboutContactDonate
Page Preview
Page 943
Loading...
Download File
Download File
Page Text
________________ -: સિધાન્ત સંરક્ષણે સમયે સુવિહિતેનું કર્તવ્ય : પ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા!' - શ્રી જૈન શાસનના રહસ્યને પામેલા ઉપકારી પરમર્ષિઓએ જે જે શાચરની રચના કરી છે, તે દરેકનું દયેય ને ઉપકાર સાધવા સાથે, પર ઉપકાર સાધવાનું છે. પિતાની બુદ્ધિના ગર્વથી નહિ એટલે કે-પોતાની જાતને બુદ્ધિશાળી તરીકે જાહેર કરવાના ઈરાદાથી નહિ. કોઈને પણ પરભવ કરવાના ઇરાદાથી પણ નહિ અને ધન, કીતિ આદિ સંબંધી ઈહલૌકિક તથા દિવ્યભેગાદિ સંબંધી પારલૌકિક પૌલિક અભિલાષાથી પણ નહિ; પરન્તુ કેવળ જી ઉપરની અનુગ્રહબુદ્ધિથી જ, કે જે અનુગ્રહબુદ્ધિમાં સ્વ પ્રત્યેની અનુગ્રહબુધિને પણ સમાવેશ થઈ જાય છે, તેવી અનુગ્રહબુદ્ધિથી જ ઉપકારી શાસ્ત્રકાર મહારાજાઓએ વિવિધ શાસ્રરત્નની રચના કરી છે. ઉપકારી મહાપુરૂષોની આ પ્રકારની મનોવૃત્તિ ખૂબ વિચારવા જેવી છે, ઉંડાણથી મનન કરવા જેવી છે અને મક્કમપણે અનુસરવા જેવી છે. ઉપકારી મહાપુરૂષેની આ પ્રકારની મનોવૃત્તિને, કલ્યાણના અથી આત્માઓએ, જરા પણ બેદરકારી સેવ્યા વિMા, અભ્યાસ કરવા જેવો છે આ મનવૃત્તિને વિવેકપૂર્વક જે અભ્યાસ કરવામાં આવે, તો તે અભ્યાસ આત્માને અને દુર્ગુણોથી મુકત બનાવવાને સમર્થ બને છે, અનેક સદ્દગુણ પમાડવાને સમર્થ બને છે અને એ રીતિએ તે અભ્યાસ શાશ્વત એવા મુકિતસુખને પણ પમાડનાર બને છે. ' પ્રજ્ઞાગર્વની ભયંકરતાઃ - કોઈ પણ સાચે વિદ્વાન, કે જે વિદ્વત્તાના વાસ્તવિક પરમાર્થને પામે છે, તે કદી પણ પોતાની બુદ્ધિને ગર્વ કરવાને પ્રેરાતા નથી. બુદ્ધિમત્તાને ગવ પણ આત્માને અધોગતિએ ખેચી જનારે છે. ગમે તેવી તીકણું પણ પ્રજ્ઞાને ધરનારો આત્મા, જ્યારે તેના ઘમંડને ભેગ બની જાય છે, ત્યારે તે ગમે તે પદ ઉપર સ્થિત હોય કે ગમે તે વેષને ધરનારો હોય, તો પણ તે એક નિબુદ્ધિ આત્મા કરતાં પણ અધિક અધમ કેટિને બની જાય છે. બુદ્ધિધના ગવમાં તે સત્યને તે ઉવેખી શકે છે. બુદ્ધિના ગવમાં તે શ્રી જિનપ્રણીત , સિધતેિને પહા અ૫લાપ કરી શકે છે. બુદિધના ગર્વને આધીન બનેલે આત્મા, સવ કે પરના વાસ્તવિક હિતને સાધવાને અસમર્થ બની જાય છે અને અવસરે સવ-પરના હિતને કારમી રીતિએ ઘાત કરનારે પણ બની જાય છે. એવા માણસની રચના, કદાચ, અન્ય ગ્ય જીવોને માટે ઉપકારક પણ થઈ જાય, તો પણ તેને પિતાને માટે તે તે પાપનું જ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy