________________
- વર્ષ ૭ : અંક ૪૦ તા. ૧૩-૬-૫ :
: '
, • ૧૦ “મારે સુશ્રુષા (શરીર સેવા) કરાવવી નહિ એ અભિગ્રહ કઈ સાધુભગવંતે કર્યો હોય ત્યારે ગુરૂની આજ્ઞા વગર ચરણસ્પર્શ કરીને ચરણ શુશ્રુષા કરવા લાગી જનાબે ગૃહસ્થ ગુરૂમહારાજના અભિગ્રહને ભંગ કરાવે છે. તેથી ગુરૂને અને શુકષા કરનારને દેષ લાગે છે. * ૧૧. આજ્ઞા લીધા વિના પુરૂને ગુરૂમહારાજના ચરણને સ્પર્શ કરતા જોઈને કેટલીકવાર અજ્ઞાન બાળાએ પણ ગુરૂમહારાજનું દયાન અન્યત્ર હોય તેવા વખતે અચાનક જ તેમના ચરણને સપર્શ કરી લેવાના પ્રસંગે પણ કયારેક બની જાય.
૧૧. ગુરૂમહારાજ માત્રાને ખ્યાલે લઈ માગું પરઠવવા કે ડલ લઈ કાંપન પાણી પરઠવવા જઈ રહ્યા હોય ત્યારે પણ તેમના ચરણને પશ કરાય છે, જે ઉચિત નથી.
૧૩. ગુરૂમહારાજને શિયાળામાં ઠંડી આદિના કારણે ચરણસ્પર્શ પ્રતિકુળ હોય, શરીરને અશાતા ઉપજાવનાર બને તેમ હોય અથવા કાર્યમાં વિનરૂપ બને તેમ હોય અથવા કાર્યમાં વિદનરૂપ બને તેમ હોય તેવા વખતે ગુરૂમહારાજ તરફથી ઘણે નિષેધ કરાવા છતાં તેની અવગણના કરીને પણ હઠાંગ્રહથી ગુરૂમહારાજના ચરણને સ્પર્શ કરાય છે.
વારંવાર બનતા આવા પ્રસંગે કયારેક કોઈકને કષાયની ઉદીરણ થવાથી અશુભ કર્મબંધનું નિમિત્ત પણ બની શકે છે.
૧૪. ગુહસ્થને એકવાર ચરણસ્પર્શની આદત પડી ગયા પછી પોતે ચોમાસાના દિવસમાં વરસાદથી પલળીને આવ્યા હેય- શરીર અને વચ્ચે ભીના હય, સ્નાન કરીને આવ્યા પછી માથાના વાળ ભીને હાય, હાથે બાંધેલી રક્ષાપટલી ભીની હોય, કોઈ પ્રસંગે ગળામાં કુલની માળા પહેરેલી હેય, ખીસામાં કે હાથમાંની થેલીમાં સચિત વસ્તુ હય, કાંડે પાવરવાળી ઘડીયાળ બાંધેલી હોય, સાંભળવા માટે કાને પાવરવાળું મશીન રાખેલું હોય ત્યારે પણ ગુરૂમહરાજ તરફથી ઘણે નિષેધ કરાવા છતાંય તેમના ચરણને સ્પર્શ કરાય છે. આથી ગુરૂમહારાજને સચિતને સંઘો થાય છે તેથી તેઓ દષમાં પડે છે અને ગુરૂમહારાજને સંઘટ્ટો કરાવવાથી ગુહ પણ કોષમાં પડે છે. . . - ૧૫ પિતાને ચરણસ્પર્શ આદિની પ્રતિકુળતાને કારણે થતી આશાતા, કાર્યમાં વિન, આરાધનામાં અંતરાય આદિ કારણસર કેઈ સાધુ ભગવંત તરફથી, આજ્ઞા લીધા વગર જ ગુરૂમહારાજના ચરણને સ્પર્શ કરવા ટેવાઈ ગયેલા ગૃહસ્થોને જયારે, પિતાના શરીરને સ્પર્શ કરવાને નિષેધ કરવામાં આવે છે ત્યારે હવેચ્છાએ ગુરૂચરણસ્પશન અતિ આગ્રહી બની ગયેલા ગૃહસ્થા તરફથી એવી દલીલ કરવામાં આવે છે કે, “અમારે ભાવ સારો છે. અર્થાત્ “અમે આપના ચરણને સ્પર્શ સારા ભાવથી કરીએ છીએ.”