________________
ધાર્મિક શિક્ષણમાં ફરજિયાત ભણાવવા જે વિષય “સાતક્ષેત્ર અને તેની રક્ષા [ ચતુવિધ] જિનદત્તભાઇ કાંતિલાલ જયસુખભાઈ પ્રેમચંદ
આપણું જૈન શાસનની પરંપરા પ્રમાણે જેન શાસનના અંગભૂત એવાં ક્ષેત્રે ની સમજ અને તેની જાળવણી અંગેની સમજ આપણા વડીલે સુધી કંઇક જળવાઈ રહે છે પણ અંગ્રેજોની અસર તળે શરૂ થયેલી નવી શિક્ષણ પદ્ધતિથી તૈયાર થયેલા નવા શિક્ષિત જેની છેલી બે પેઢીએ આ બાબતમાં સાવ અનભિજ્ઞ-અજ્ઞાન અને ઉપેક્ષા વૃત્તિવાળા જણાય છે.
તેમને જિનમંદિર, જિનબિંબ, જૈન આગમે, સાધુ, સાધવજી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રનું મહત્વ તે શંખલા તાત્પર્ય પણ પૂરેપૂરું ખબર હશે કે કેમ તે પ્રશ્ન છે. એમાંય જેમ મોટા શહેરને જેને તેમ તેમ દ્રવ્ય વ્યવસ્થાને વિરોધી મુંબઈ કે અમદાવાદને કહેવાતે બુદ્ધિજીવી વગ એવું કહેતા સંભળાશે કે “મંદિરે –કંદિરની વાત છેડે હવે તો સાવજનિક દવાખાના ખેલો' કે પછી “ભંડારને પૈસે ગરીબ જનને આપી દેવું જોઈએ.” કે પછી શ્રાવકને જમાડવા કરતાં ગરીબોને પસે આપી કે જોઈએ” આ બધાંય વાકયે ક્ષણભર માટે સાચાં લાગી જાય તેવાં છે. પણ વાસ્તવમાં જે વ્યકિત વિચારે કે આ મારા પ્રભુના શાસનને ટકાવનારા મજબુર થંભે છે અને મારા પ્રભુનું શાસન-મા જેન ધમ તે જ ટકશે જો ધર્મના આ મુખ્ય સાત અંગે તે જ ટકશે.’ શાસન પ્રત્યે જે મારાપણાને ભાવ આવે તે જેમ પોતાના ઘરને ટકાવનાર થાંભલાને કાઢીને બીજાનું ઘર ટકાવવા માટે કઈ થાંભલે કાઢીને આપી નથી દેતું અથવા તેનું નુકસાન નથી થવા દેતું તેમ ધર્મના આ સાત ક્ષેત્રને હાની પહોંચાડવાને કોઈપણ જેના વિચાર પણ ન કરે. પણ અફસોસ એ વાતને છે કે જે જેને સબળ, સક્ષમ-પહેચવાળા છે તેમને ૭૦ ટકા વર્ગ સાત ક્ષેત્રોમાં કશું સમજતો જ નથી અને સમજદાર વગ
ઈને ક્રોઈ અંગત કે ઉપેક્ષાના કારણે માથું મારતું નથી. થોડે ઘણે વર્ગ જ એ છે કે તે સંભાળપૂર્વક ક્ષેત્રની રક્ષા કરે છે. તેમાં પણ લોકશાહીના દૂષણરૂપ ચૂંટણ-પદ્ધતિ બહુમતિ વાદના કારણે સમજદારોનું પણ સંઘામાં ઉપજતું નથી.
આ બધાનાં ઉપાયરૂપે સાતક્ષેત્રેની સમજ આપતું શિક્ષણ પાઠશાળાઓમાં ફરજિયાત ભણાવવું જોઈએ તેથી દેવદ્રવ્ય (જિનમંદિર-જિનમૂર્તિ), જ્ઞાનદ્રવ્ય (જિન આગમ) ગુરૂ દ્રવ્ય (સાધુ-સાધવજી), શ્રાવક-શ્રાવિકા (સાધારણ) વિગેરે દ્રવ્યનું અજ્ઞાન અવસ્થામાં હાનિ કે ભક્ષણ થતાં અટકાવી શકે કારણ કે વહીવટ તે ભવિષ્યમાં આજના બાળકો જ કરવાનાં જ છે ને ? એટલું ધ્યાનમાં રાખીએ કે સંસ્થા કે સંગઠને કે કઈ પણ બંધારણીય સંસ્થા પણ ગમે તેવા કપરા કામમાં પણ પિતાના બંધારણ બહાર જઈને સંસ્થાને પૈસે વાપરી શકતું નથી અથવા વાપરતી નથી તે આપણા સંઘે જ શા માટે દેરાસરના પૈસાને જ્યાં ત્યાં વેડફવાની ઈચ્છા કરે છે? શા માટે સાધમિકેના પૈસા ગમે ત્યાં વેરી નાખે છે? આશા છે કે પાઠશાળાઓ, નિગ્રંથ અને સંસારથી અલિપ્ત એવા ગીતાર્થ ગુરૂભગવંતેનું માર્ગદર્શન લઈને અભ્યાસક્રમમાં સાતક્ષેત્રો અને અભ્યાસ કરાવે.