________________
વર્ષ 9 અંક ૩૫ : તા. ૯-૫-૫
તેઓ શું કહે છે તે જણાવે છે
जे एवमाइक्खंति-इह खलु अणाइजीवे, अणाइ जीवस्स भवे, अणाइकम्मसंजोग निव्वत्तिए, दुक्खरूवे, दुक्खफले, दुक्खाणुबंधे ।।
તે શ્રી જિનેશ્વ દે ફરમાવે છે કે-આ જગતમાં જીવ અનાકિન છે, અનાદિ એવા જીવને સંસાર પણ અનાદિને છે અને તે સંસાર અનાદિ એવા કર્મસાગથી બને છે. તે સંસાર જન્મ, જરા, મરણ, વ્યાધિ, રોગ, શેકાદિથી દુઃખરૂપ એટલે કે દુખથી ભરેલો છે, તથા ચારે ગતિમાં જન્મ-મરણાદિ ચાલુ હોવાથી દુખફલક એટલે દુઃખન ફળને જ આપનારે છે તથા દુઃખાનુબંધી છે એટલે કે અનેક ભ વડે વેવ શકાય એવી કર્મોની પરંપરાને બાંધનાર છે.
તેનાથી મુકત થવાને ઉપાય શું તે જણાવે છે.
ए अस्स णं वुच्छित्तो सुद्धधम्माओ, सुद्धधम्मसंपत्ती पावकम्मविगमाओ, पावक-मविगमो तहाभव्वत्ताइभावओ ॥
આ સંસારને વિરછેદ શુદ્ધ ધર્મ-સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમારિત્રની આરાધનાથી થઈ શકે છે. તથા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ મિથ્યાત્તવ મેહનીયાદિ પાપકર્મોના નાશથી થાય છે. તથા પાપકર્મોને વિનાશ તથા ભવ્ય સ્વાદિ કારણેના પરિપાકથી થાય છે. સિદ્ધિ ગમનને યોગ્ય એ જે અનાદિ પરિણામિક ભાવ તેને તથાભવ્યત્વ કહેવાય છે. તેના સાથે કાલ, નિયતિ, કર્મ અને પુરુષકાર પણ તેનાં કારણે છે. .
હવે તથાભવ્યત્વના પરિપાકના સાધને જણાવે છે.
तस्स पुण विवागसाहणाणि चउसरणगमणं, दुक्कडगरिहा, सुकडाणसेवणं, अओ कायव्वमिणं होउकामेणं सया सुप्पणिहाणं भुज्जो भुज्जो संकिलेसे तिकालमસંવિજેતે .
તે તથાભવ્યવને પરિપાક કરવાના સાધનો ઉપાય આ પ્રમાણે છે. શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધભગવંતે, શ્રી સાધુભગવંતે અને શ્રી કેવલી ભગવંતે પ્રરૂપે ધર્મ એ ચા નું ભાવથી શરણ સ્વીકારવું; પાપકર્મોની-આ ભવમાં કે પરભવમાં કરેલાની-પરસાક્ષીએ ફરી નહિ કરવા સ્વરૂપ ગહ અને આત્મસાક્ષીએ નિંદા કરવી કેમકે પાપકર્મોના અનુબંધને દૂર કરવા માટે આ જ ઉપાય છે. તથા સુકૃતની કરણી કરવી અને અનુમોદના કરવી એ જ કારણથી મિક્ષના અથી એવા ભવ્ય પ્રાણીઓએ હમેશા મન, વચન અને કાયાની એકાગ્રતા પૂર્વક આ ચાર શરણાદિ કરવા લાયક છે. તેમાં જે તત્ર રાગાદિ રૂપ સંકલેશના પરિણામ હોય તે તેણે વારંવાર આ ચાર શરણાદિ સ્વીકારવા અને જેને સંકિષ્ટ પરિણામ ન હોય તેને ત્રિકાલ તે તેને અવશ્ય પાઠ ક જોઈએ. (ક્રમશઃ)