________________
૮૦૮ : :
શ્રી જૈન શાસન (અઠવાડિક) ગ્રહણવિધિ સૂત્ર છે. તે પ્રવજ્યા ગ્રહણ કર્યા પછી કઈ રીતે જીવવું તેના માટે ચોથું “પ્રવજ્યા પરિપાલના” સૂત્ર છે અને પ્રવજયા પાલનનું ફળ શું તે સમજાવવા પાંચમું “પ્રવજ્યા ફલ' નામનું સત્ર છે.
તેના આ અર્થને બરાબર અભ્યાસ કરી તેના ઉપર પૂર્ણ મન-ચિંતન અને ધારણ કરી તેને બરાબર આત્મસાત્ કરી સૌ કોઈ વાચક-ભાવિકે “પ્રવજયા અને પ્રવજવાના ફલને પામી, આત્માની અનંતગુણલક્ષમીના સ્વામી બને તે જ મંગલ ભાવના.
- श्री चिरन्तनाचार्यकृतं છે અથ વસૂત્રમ્ |
[મૂલ તથા ભાવાથ]
१-पावपडिग्घायगुणबीजाहाणसूत्रं. અનાદિકાળથી કમસંગના વેગે છવ અનંત દુ:ખમય એવા આ સંસારમાં પરિભ્રમણ કરે છે. તેનાથી મુક્ત થવા માટે વિધિ બહુમાન અને આદર પૂર્વક શ્રી અરિહંત પરમાત્માના ધર્મનું જ સેવન કરવું જોઈએ. તે ધર્મની ભાવથી સાચી રીતે પ્રાતિ તથા પ્રકારના ભવ્યત્વાદિકના પરિપાકથી અને પાપકર્મોના વિનાશથી થાય છે. તે તથા ભવ્યત્વને પરિપાક કરવા માટે ચાર શરણ, દુકૃત્ય ગહ અને સુકૃતની અનુમોદનાનું સેવન કરવું જોઈએ. તે કેવી રીતે કરવું તે માટે આ “પાપપ્રતિઘાત અને ગુણ બીજધાન સૂત્રને” ઉપન્યાસ છે. '
પ્રથમ મંગલ તરીકે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માને નમસ્કાર કરે છે.
णमो वीयरागाणं सव्वण्णूण देविंदपूइआणं जहट्ठिअवत्थुवाइणं तेलक्कगुरू णं अरूहंताणं भगवंताणं ॥
આ સંસારથી પાર ઉતારે તેનું નામ મંગલ છે. અને દરેક શિષ્ટપુરૂષને એ આચાર છે કે કોઈપણ ગ્રન્થની નિવિદન પરિસમાપ્તિ તેમજ તેના પારમાર્થિક જ્ઞાનને માટે પિતાના ઇષ્ટદેવને નમસ્કાર સ્વરૂપ મંગલ કરવું જોઈએ.
સર્વથા રાગ અને દ્વેષથી રહિત, જગતના સર્વ પદાર્થોને સર્વ રીતે જાણનાર શ્રી સર્વજ્ઞ, સર્વદેવેન્દ્રોથી પણ પૂજાયેલા, વસ્તુતત્વને યથાર્થ રીતે કહેનારા, ત્રણે લોકના ગુરૂ, આ સંસારમાં હવે ફરીથી જન્મ નહિ લેનારા એવા શ્રી જિનેશ્વર ભગવંતેને નમસ્કાર થાઓ. આ રીતે મંગલાચરણ કરીને શ્રી તીર્થકર દેના ચાર મૂલાતિય પણ ગર્ભિત રીતે સૂચવ્યા છે. તે આ પ્રમાણે શ્રી વીતરાગ કહીને અપાયાપગમાતિશય, સર્વજ્ઞા પઢથી દાનાતિશય, “રવિંદપૂછયાણું પડી પૂજાતિશય અને “જહથિયવસ્તુ ઈશું' પદથી વાગતિશય.