________________
૭૭૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
અર્થાત્ શ્રી અરિહંત પરમાત્મા એજ મારા દેવ છે, નિગ્રંથ ગુરૂ એજ મા રે ગુરૂ છે અને શ્રી અરિહંત પરમાત્માએ કહેલે ધર્મ એજ મારો ધર્મ છે-આવી જે અનુપમ અવિચલ શ્રધા તેને તે સમકિત કહ્યું છે,
પરંતુ આત્મપરિણામને જ સમ્યક્ત્વ કહ્યું છે.
'सम्यक्त्वं तु मिथ्यात्वक्षयोपशमादिजन्यो रुचिरूप आत्मपरिणामविशेषः, आह च-'से य सम्मत्ते पसत्थसमम्मत्तमोहनीय कम्माणुवेयणोवस मखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते ।' .. * અર્થાત-મિયાનના ક્ષપશમાદિથી ઉત્પન થનારે રૂચિરૂપ જે આત્મપરિણામ વિશેષ તેનું નામ જ સમ્યક્ત્વ છે. કઈ પણ છે કે-“પ્રશસ્ત એવા સમ્યક્ત્વ મેહનીયના દલિયાઓના અનુવેદનથી ઉપશમ-પશમથી ઉત્પન્ન થયેલ પ્રશમ-સંવેગાદિ લક્ષણવાળે શુભ એ જે આત્માને પરિણામ તેને જ સમ્યક્રવ કહ્યું છે.
અન્યત્ર પણ આ જ વાત કહી છે કે
'सम्यग्दर्शनम्-तत्त्वश्रद्धानलक्षणं विपर्ययव्यावृत्तिकारिः असदभिनिवेशशून्यं शुद्धवस्तुप्रज्ञापनानुगतं निवृत्ततीव्रसंक्लेशं, उत्कृष्टबन्धाभावकृत शुभात्मपरिणामપમ્ ' ,
" સમ્યગ્દર્શન એટલે તરવની શ્રદ્ધા સ્વરૂપ, વિપર્યય-અતરવથી-મિથ્યાવથી પાછું ફરનારું, અસદ એવા અભિનિવેશ-કદાગ્રહથી રહિત, શુદ્ધ વરતુની પ્રજ્ઞાપના-પ્રરૂપણાથી યુકત, દૂર થઈ ગયા છે તીવસંમલેશ જેમાં, ઉત્કૃષ્ટ કર્મબન્ધની સ્થિતિને છે અભાવ જેમાં એ જે આત્માને શુભ પરિણામ તેનું નામ જ સમ્યગ્દર્શન છે.
' પૂ. ગુરૂદેવાદિ વડિલોની કૃપાથી પ્રાપ્ત બોધ પ્રમાણે આ પ્રશ્નોત્તરીનું લખાણ કરેલ છે. મતિમંદતા તથા છવસ્થપણાથી ભૂલભાલ થઈ હોય તે જાણકારેને ધ્યાન ખેંચવા નમ્ર વિનંતિ છે જેથી સુધારો કરી શકાય. ઘણું ખરૂં લખાણ શ્રી પ્રવચન સારોદ્ધાર, શ્રી આવશ્યક નિયુકિત, પ્રબોધ ટીકા આદિને નજર સમક્ષ રાખીને કરેલ છે છતાં પણ શ્રી જિનાજ્ઞા વિરુધ્ધ લખાયું તે પુનઃ વિવિધ ક્ષમાપના યાચું છું.
(સંપૂર્ણ )