________________
શ્રી શત્રુંજય વંદનાવલિ રચયિતા : પૂ. સાધ્વીજી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. (રાગ : એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.) કનકગિરિને મહિમા માટે, જગમાં એ પંકાય છે, દર્શન ફરસન પૂજનથી, ભવભવના પાપ પલાય છે, શિવસુંદરી વરવાની જાણે, પાગ એ સહાય છે, એવા ગિરિવરરાયને પંચાંગ ભાવે હું નમું-૧ ત્રિભુવન તારણ એહ તીરથ, દુષમકાલે જાણીયે, સકલ તીરથ માં સાર એ ગિરિ, અહોનિશ વખાણીયે, તીરથ ન કઈ એહ સરિ, કહ્યું સીમંધર નાણીયે, એવા ગિરિવર રાયને પંચાંગભાવે હું નમ્ર સોહે મૂરત આદિ જિનની, એ ગિરિ પર વદિયે, રંગરેલ વાધે ડિત સાધે, વંદી પાપ નિકંદિયે, રાયણરૂખ સહામણું જ્યાં, નિરખીને આનંદિયે, એવા ગિરિવર રાયને પંચાંગભાવે હું નમું..૩ પૂર્વનવાણું વાર સમવસર્યા, પ્રભુ સિદ્ધાચલે, તેજલવંતા પાવન પગલા, શેભતા વિમલાચલે, તેથી એ ગિરિવર શિખર ઉપર, ધ્યાન ધરીએ પલપલે, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું....૪ જેના છે એકવીસ-નામ જગમાં, સમરતાં સુખ પામીયે, જ્યાં કાંકરે કાંકરે અનંત સિધ્યા, નંદિને દુઃખ વામીએ એ તીરથ પ્રણમી પૂછ ફરસી, મેહરાયને ડામીયે, એવા ગિરિવર, રાયને, પંચાંગ ભાવે હું નમું...! પાંચ કેડી મુનિ સહ પુંડરીક, સ્વામી જયાં સિદ્ધિ વર્યા, વળી દ્રાવિડ વારિખિલ પણ એ, ગિરિવરે ભવજળ તર્યા, પાંડવ કેડી વીસ સાથે, કર્મશત્રુને હર્યા, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું. ૬ શિવવધુના ભરથાર બનીયા, દેવકી ષટુ નંદના, વાબ પ્રદ્યુમ્ન બાંધને, નિત્ય કરીયે વંદના,
જ્યાં સાડી આઠ કેડી સાથે, કરી ભવ નિકંદના ! એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું..?