________________
વર્ષ ૭ : અંક ૩૦ તા. ૨૮-૩-
- ૭૧૯ લગાડી કે, રહ્યો સહ્યો સંસારને રસ પણ બળીને ખાખ થઈ ગયા અને પુત્ર દિનેશ અને વીરંદ્ર, પુત્રી વસંતી અને લલિતાકુમારી, પત્ની કમલાબેન, આમ સમગ્ર પરિવાર સાથે સંસાત્યાગનો નિર્ણય કર્યો અને ૩૨ વર્ષની ભરયુવાવયમાં બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી આ નિર્ણય પર મહેર છાપ લગાવી. વિક્રમ સંવત ૨૦૨૫ વૈશાખ સુદ્ર ૭ના શુભદિવસે પિંડવાડા નગરે આગમપ્રજ્ઞ પુજયપાદ આ. શ્રીમદવિજય જંબુસૂરીશ્વરજી મહારાજ આદિની શુભ નિશ્રામાં ભવ્ય ઉત્સાહ અને ઉમંગથી સમગ્ર પરિવાર સાથે દીક્ષિત બની કાલિદાસભાઈ પૂ આ. શ્રી જિતેંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનીં પૂ. મુનિશ્રી કમલરત્નવિજયજી મ.ના નામથી ઘેષિત થયા. એમના ધર્મપત્ની કમલાબેન, પુત્રને દિનેશકુમાર, વીરેન્દ્રકુમાર અને એમની સુપુત્રી વસંતકુમારી અને લલિતકુમારી અનુક્રમે સા. શ્રી કિરણ પ્રજ્ઞાશ્રીજી, મુનિશ્રીદર્શનારત્નવિજયજી મ. મુનિશ્રી વિમલરત્નવિજયજી મ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી, સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજીના નામે ઘોષિત થયેલ. સંયમજીવન અંગીકાર કર્યા પછી પૂ આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ પાસે ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા મેળવી અય-વ્યાકરણના પ્રકાંડ વિદ્વાન પોતાના અને પુત્રરત્નનું સુંદર, ઘડતર કર્યું. વિનય-વેયાવચ્ચ, તપ-સ્વાધ્યાય, ધ્યાન આદિમાં લીન બનેલ ત્રણે મુનિવ ની યેગ્યતા જોઈ પૂજાએ તેઓને શ્રી ભગવતીસૂત્રના રોગમાં પ્રવેશ કરાવ્યા. પૂ. આ. શ્રી મહાબલસૂરીશ્વરજી મ. તથા પૂ.આ. શ્રી પુણ્યપાલસૂરીશ્વદજી મ ની કૃપાથી શ્રી નિત્યાનંદ સૂમ.ની નિશ્રામાં જોગ સૂચારૂરૂપે પૂર્ણ થયા. જિનાજ્ઞા તેમજ ગુર્વાજ્ઞાને શિરોઘ ર્ય કરી સંયમસાધનાની અંદર આગળ વધેલા ત્રણે પૂજાએ જ્ઞાન સાધના અને સંયમસાધનામાં ખૂબ સુંદર વિકાસ સાથે છેક સુવિશાલગચ્છાધિપતિ પૂ.આ. શ્રીમદ્ વિજય રામર દ્રસૂજી મહારાજાની કૃપા મેળવીએમની આજ્ઞાથી જયાં જ્યાં ચાતુર્માસ કર્યા, ત્યાં ત્યાં સંઘમ દેવદ્રવ્ય અદિના થી સંઘને બચાવી સંયમની સુંદર સુવાસ ફેલાવેલ છે. નિર્દોષચર્યા તથા ઉત્કૃષ્ટ સંયમપાલનની સાથે યુદ્ધ મોક્ષમાર્ગની પ્રપણાથી અનેક ભાવિકે પર ઉપકાર કરીને ત્રણે પૂજ-મુનિવએ જિનશાસનની જાહેરજલાલી (શાન) વધારવામાં પોતાને સુંદર સાથ-સહગ આપે છે. રાજસ્થાનમાં બહુલતા વિચરણ કરીને અનુપમ ઉપકાર કરનાર પૂજય મુનિશ્રી સાચા અર્થમાં મરુધરશે સધર્મ-સંરક્ષક તરીકે ઓળખાય છે. નવિષ્યમાં પણ પદસ્થ બનેલ ત્રણે પૂજય મુનિવરે સંઘને શુદ્ધ માર્ગ બતાવી જિનશાસનની. અનુપમ આરાધના પ્રભાવના કરીને અનેક ભવ્ય–આત્માઓ પર ભાપકાર વરસાવનારા બને.