________________
G૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨૦૫૦ના ચાતુર્માસમાં પ.પૂ. પ્રશાંતમૂતિ આ. શ્રીમદ્દવિજય નિત્યાનંદસૂજી મહારાજ આદિના વરદહસ્તેથી ભગવતીજીના જંગમાં પ્રવેશ કરાવેલ જેની અનુજ્ઞારૂપ ગણિપદ પિષ વદ ૬ રવિવાર દિ. ૨૨-૧-લ્પને શ્રી શત્રુંજય મહાતીર્થની મતીશા ટુંકમાં પ્રદાન કરવામાં આવશે. આ પ્રસંગે અને આ નિમિત્ત થનાર મહત્સવમાં આ પને સપરિવાર પધારવા અમારું ભાવભીનું આમંત્રણ છે..
- નિમંત્રકા-શા. ધર્મચંદ પુખરાજ કિસ્તુરચંદજી જેગાર પરિવાર
તા
મધર દેશે સદ્ધર્મસંરક્ષક તપસ્વીરન પૂજ્યમુનિરાજશ્રી
કમલરતનવિજયજી મહારાજનો
- પુણ્ય-પરિચય * એક કહેવત છે કે જીવન પૂરું કરવું એક મહાન વસ્તુ નથી, પરંતુ જીવન જીવવું એ મહાન વસ્તુ છે. મહાપુરુષમાં જીવન જીવવાની કલા સહજ સિદ્ધ હોય છે. એવા જ એક મહાન યુરૂષ કમલરત્ન વિજયજી મહારાજ, જેઓ પિોષ વદ ૬ કિ. રર-૧-ને સિદ્ધગિરિરાજ પર પ. પૂ. મહાતપસ્વી આ. શ્રીમદ્દવિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજના શુભઆશીર્વાદથી ગણિ પદ પર આરૂઢ થઈ રહ્યા છે. ત્યારે એમની જીવન-કથ જાણવી ઘણી રસપ્રદ થઈ જાય છે. પવિત્રતાની મૂર્તિ સમાન, પરમાર થપા, સિદ્ધાંતમાદધિ પૂ. આ. શ્રીમદવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના જન્મથી પવિત્ર બનેલ પિંડવાડાની પાવન ધરતી પર કિસ્તુરચંદભાઈની ધર્મપત્ની નંતિબેનની કુક્ષિથી વિ.સં. ૧૯૮૭ ભાદરવા વદ હને શ્રી કાલિદાસંભાઈ જન્મ પામ્યા. કાલિદાસભાઈ એટલે વર્તમાનમાં પૂજય મુનિશ્રી કમલરત્નવિજયજી મહારાજ અનેક જિનમંદિરે અને અનેક ઉપાશ્રયેથી સુશોભિત પિંડવાડાનગર ધર્મના વાતાવરણથી સમૃદ્ધ હતું. એમાં પણ માતાપિતાના સુસંસ્કારોથી કાલિદાસભાઈનું જીવન પણ ધમમય બનતું ગયું. પારસમણિના સ્પર્શથી જેમ સેતુ બની જાય છે તેમ સિદ્ધાંત મહેદવિ પૂજ્યપાદ આ. શ્રીમદવિજય પ્રેમસૂરીશ્વરજી. મહારાજા તથા તેમના પ્રભાવક પટ્ટધરરત્ન, વ્યાખ્યાન-વાચસ્પતિ પૂજ્યપાદ આ, શ્રીમદ્દવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આદિ પુજના સમાગમથી કાલિદાસભાઈ પણ શુદ્ધ અને વિશુદ્ધ બનતાં ગયા. વૈરાગ્યને અગ્નિ પ્રબળ થતે ગયે. કમલાબેન નામની સુશીલ કન્યા સાથે લગ્ન ગ્રંથીથી જોડાયેલા હોવા છતાં પણ એનું મન તે ધર્મમાં જ લીન થતું ગયું પ્રબળ બનેલા વેરાગ્ય અગ્નિએ એમના સંસરના રસમાં એવી આગ