________________
શ્રાવિકા રત્નાના જીવન પ્રસગે
—પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા,
(શ્રાવિકાએ પણ ચતુર્વિધ શ્રી સધનું ચક્ષુ' મહવનું અંગ છે. શ્રી જૈન શાસનના પરવાને પામેલી શ્રાવિકાઓ કસેટીના કાળમાં પણ કેવી અપૂર્વ ધીરતા, અડગ દેઢતા, શીપનતા અને ચરિત્રના પ્રેમ રાખે છે અને પેાતાનુ અને પરિચયમાં આવનારાઓનુ પણ કલ્યાણ કરે-કરાવે છે.
પ્રવચનકારશ્રીજીની કથારશૈલીનું નિરૂપણુ અનુપમ છે તેના વાચકેાને સારા અનુભવ છે. રેત પ્રવચન' વ−૧ માંથી આવા કેટલાક જુદા જુદા પ્રસ`ગાનુ અક્ષરશઃ અવતરણુ અત્રે આપવામાં આવે છે.
જો શ્રવિકાઓ પણ પ્રાણ કરતાં ધર્માંને જ અતિ વહાલેા માનતી હોય તે શ્રી સઘના બાકીના ત્રણુ અંગે! તે તેમાં ઊણુા ન જ ઊતરે તે સહજ વાત છે. સૌ ધમઅેની દૃઢતા-મકકમતા કેળવે તે જ ભાવના —સા)
પ્રસ'ગ—પહેલા
યુગબાહુ અને મદનરેખા
મોટાભાઇ વિષયવાસનાને આધીન થયેલા. નાના ભાઈની પત્ની ૫૨ કુદૃષ્ટિ કરી નાના ભાઈને મારવાની પેરવીમાં પડેલા. સતીના શીયલને લુંટવાના ઇરાદાવાળા થયેલા, અને એ મહાતી મદનરેખા પણ ભરયુવાનીએ ચઢતી, દુનિયા જેને વિષયના સયાગ કાળ કહે છે તે અવસ્થાવાળી, રાજકુળમાં ઉછરેલી, પેટમાં ગર્ભ છે, આ સયેાગામાં મોટાભાઇએ નાનાભાઈને મારવાના ઇરાદાથી તરવાર મારી. શ્રીમતી મનરેખા પેાતાની જીદગી જોખમમાં જુએ છે. જાણે છે કે પતિના મરણ બાદ લુંટવાને બળાત્કાર કરશે, કહેા, પતિની આ અવસ્થામાં મદનરેખાને શું થાય? પણ એ શ્રાવિકા હતી. શ્રી જિનેવરદેવને ધમ એને જલા હતા, સ`સારના સ્વરૂપને એ સમજતી હતી. સતીપણાની એને કિંમત હતી, પત્નીની પતિ પ્રત્યેની ફરજ એ જાણતી હતી. પતિ ઘાયલ હતા. યુગમાહુ અત્યારે કષાયને આધીન થયેલા હતા. આંખા લાલ હતી. નકકી માટાભાઈને મારી નાખું, એ એની ભાવના હતી. એવા વખતે બીજી પત્ની હાય તે શું કહે ? મારું શું થશે? તે તે વખતે પણે શું થાય ? આ તમારો ભાઈ જોયા? એમ કહે તે ગુસ્સા એવડો થાય ? એ રૌદ્ર પરિણામે મરીને કયાં જાય ?