________________
વર્ષ ૭ અંક ૧૯ : તા. ૧૦-૧-૫
* ૫૦ ૩
તેના ઉપર પુખ્ત માર્ગથી વિચારણા કરી, આત્મામાં પરિણામ પમાડવામાં જ આત્માનું સાચું શ્રેય છે. તે જ શાસ્ત્રને સાચે પરમાથે હાથમાં આવે છે. બાકી શાસ્ત્ર ના નામે ગપ્પા મારનારા તે પોતાના અહિતની સાથે અનેકના ભાવિની સાથે ચેડા કરનારા છે, અનેકના આત્મઘનને લુંટનારા છે.
ગીતાર્થનું લક્ષણ બાંધતા ઉપકારી પરમષિઓએ કહ્યું છે કે___ 'गीयं मुणी एगटुं ठिइत्थं खलु वयंति गीयत्थं' इति वचनाद् गीतो ज्ञपरिःनया प्रत्याख्यानपरिज्ञया च विदितोऽथों येन से गीतार्थों ॥"
મત્ર બલવાથી ગીતાર્થપણું આવતું નથી. તેમની દરેકે દરેક પ્રવૃત્તિ માગસ્થ અર્થાત મે માર્ગને જ અનુકૂલ વ્યાપારવાળી હોય કે નહિ કે મેક્ષમાર્ગને પ્રતિકૂલ વ્યાપાર વાલી. માર્ગસ્થ પ્રરૂપણાથી જ તે અભિવ્યંગ્ય બને છે. જેમકે, લોકકિત પણ છે કે-હીનકુલમાં ઉપન થયેલાને માથે શીગડા નથી હતા કે ઉત્તમકુલમાં ઉત્પન થયે લાના કપાળમાં શોભા નથી હતી પરંતુ જ્યારે જ્યારે તે બોલે છે ત્યારે જ તેની ભાષા ઉપરથી કુલનું માપ જણાઈ આવે છે.” તેની જ જેમ જે ભગવાન શ્રી જિને. ધરદેવની આજ્ઞા મુજબ માર્ગસ્થ શુદ્ધ પ્રરૂપણ કરે તે ગીતાર્થ છે અને લેકટેરીમાં તણાઈન, શાસ્ત્રના અને પિતાની ફાવટ પ્રમાણે ઉપગ કરે તેની ગીતાર્થતા આપઆપ ચાલી જાય છે તેમાં પૂછવાનું હતું જ નથી. ભાષાજ્ઞાન માત્રથી શાસ્ત્રોના રહસ્ય ને તાગ આવ માનવું છે તે મૂર્ખતાની પહેલી નિશાની છે. અનુભવની એરણ વિના શાસ્ત્રજ્ઞાન વાસ્તવિક પરિણામ પામી શકતું નથી.
માટે જ શ્રધા સંપન્ન આત્માનો ગીતાર્થ મુનિવરદિની સલાહ-સૂચન વિના એક ડગલું પણ ભરતા નથી. જે કાળમાં લેભાગુ-લુંટારા વધી જાય ત્યારે જેટલી સાવગિરિ લેનાર-દેનાર અર્થાત્ વેપારી અને ગ્રાહક રાખે છે તેના કરતાં પણ અધિક સાવધગિરિ આત્મહિત ષિઓએ શાસ્ત્રના નામે જ ચરી ખાનારા ચારે બાજુ બિલાડીના ટેપન જેમ ફૂટી નીકળ્યા હોય ત્યારે રાખવી જરૂરી છે નહિ તે આપોઆપ અધ:પતનની ખાઈમાં પડી જતા વાર પણ નહિ લાગે અને જ્યારે તેમાંથી બહાર અવાય તે જ્ઞાની જાણે!
આ ભયાનક સંસારગર્તામાંથી આભાને ઉધ્ધાર કરનાર કઈ પણ ચીજ હોય તે તે શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલ શ્રી જૈનધર્મ જ છે. તે ધર્મની આરાધના ભગવાનની આજ્ઞા મુજબ કરાય તે આત્માનું એકાન્ત કલ્યાણ સુનિશ્ચિત છે. બાકી ધર્મના નામે ધર્મને વેપાર કરનારા ઘણું હોય છે. માટે જ કહ્યું છે કે, ધર્મના સ્વરૂપને યથાર્થ