________________
૫૦૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
જાણનારા દુર્લભ છે, તે કરતાં પણ ધર્મના યથાવસ્થિત સ્વરૂપને કહેનારા દુર્લભ છે, તે કરતાં શ્રધ્ધાળુ થતા દુર્લભ છે અને આજ્ઞા મુજબ ધર્મ કરનાર તે તેથી પણ અતિ દુર્લભ છે.
જગતના છ અનાદિકાળથી ભૌતિક સુખ માત્રના જ અથી છે. તે માટે તેમને ઉદ્યમ કરવાની પ્રેરણા આપવાની જરૂર જ નથી, સ્વતઃ તેમાં સૌ ઉદ્યમ કરે છે.ગળથૂથી માંથી તેને રસ કેળવીને આવ્યા હોય છે. જયારે ધર્મ માટે જ તેમને ઉત્સાહિત કરવાની જરૂર પડે છે.
સુવિહિત શિરોમણિ, શાસ્ત્રકાર પરમર્ષિ પૂ. આ. શ્રી. વિ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
“વિનાવ્યર્થનામ પ્રતિ વર્ગનઃ |
धर्मस्तु न विना शास्त्रादिति तत्रादरो हितः ॥ ઉપદેશ વિના પણ અર્થ-કામ પ્રત્યે લેકે સ્વત: પટુ-હોંશિયાર હોય છે. જ્યારે વર્ષ શાસ્ત્ર વિના સમજી શકાતું નથી માટે શાસ્ત્રને વિશે જ આદર કરવો હિતાવહ છે.
અર્થ કામને માટે ગમે તેમ મહેનત કે પ્રવૃત્તિ કરવામાં આવે તે બહુ બહુ તે અર્થ કામની પ્રાપ્તિ ન થાય પણ બીજુ નુકશાન થવાની સંભાવના નથી. જ્યારે ધર્મ તે આજ્ઞા મુજબ જ કરાય કેમકે વિધી તાવનમાંa' વિધિપૂર્વકની ક્રિયાથી બધા અનર્થોને અભાવ થાય છે. અર્થાપતિથી અર્થોની પ્રાપ્તિ થાય છે. પણ જે જેમ તેમ અવિધિથી કે ઇચ્છિત સાંસારિક ફની પ્રાપ્તિ માટે-અર્થ-કામને માટે પણ ધર્મ જ કરાય-તે તે ધર્મ ભગવાનની આજ્ઞા રહિતને હેવાથી તેનાથી એકાંતે નુકશાન જ થાય છે. જેમકે, રેગીના રાગનું બરાબર નિદાન કરી ચિકિત્સા કરવામાં આવે તે વ્યાધિનાશ થાય છે. બાકી યોગ્ય નિદાનના અભાવે ગમે તેમ ચિકિત્સા કરવામાં આવે તે
વ્યાધિ નાશને બદલે વ્યાધિ એ વકરે છે કે વર્ણન ન થાય અને રોગી જીવતો છતાં રિબાઈ રિબાઈને મરે છે.
अर्थादावविधानेऽपि, तदभावः परं नृणाम् ।। धर्मेऽविधानतोऽनर्थः, क्रियोदाहरणात्परः ।। पडिवज्जिऊण किरियं, तीए विरुद्धं निसेवइ जोउ । अपवत्तगाउ अहियं, सिग्धं च संपावइ विणासं ॥"
(ક્રમશ:)