________________
વર્ષ ૭ અંક ૧૫ તા. ૬-૧૨-૯૪ ટે
: ૪૧૩
આઠ પ્રભાવકે
ઢાળ-છઠ્ઠી આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પાવયણ ધુરિ જાણુ. વર્તમાન શ્રુતના જે અર્થને, પાર લહે ગુણ ખાણ.
ધન ધન શાસન મંડન મુનિવર૨૮ ધમકથી તે બીજે જાણીયે, નંદિષેણ પરે જેહ. નિજ ઉપદેશે રે રંજે લોકને, મંજે હૃદય સંદેહ,
ધન,..૨૯ વાદી ત્રીજો રે તર્ક નિપુણ ભયે, મતલવારી પરે જેહ, રાજ દ્વારે રે જયકમલા વરે, ગાજતે જિમ મેહ.
ધન..૩૦ ભદ્રબાહુ પરે જેહ નિમિત્ત કહે, પરમત છે પણ કાજ, તેહ નિમિતી રે જાણીએ, શ્રી જિનશાસન રાજ,
ધન,..૩૧ તપગુણ આપે ? પે ધર્મને, ગેપે નવિ જિન આણ. આશ્રવ લેપે રે નવિ કેપે કદા, પંચમ તપસી તે જાણ
ધન ૦.૩૨ છઠ્ઠો વિદ્યા રે મંત્રતણે બલી, જિમ શ્રી વય મુણિંદ. સિદધ સાતમે રે અંજન વેગથી, જિમ કાલિક મુનિચંદ.
ધન૦..૩૩ કાવ્ય સુધારસ મધુર અર્થે ભર્યા, ધર્મ હેતુ કરે જેહ. સિદધસેન પરે નરપતિ રીઝવે, અઠ્ઠમ વર કવિ તેહ.
ધન ૦... ૩૪ જબ નવિ હવે પ્રભાવક એહવા, તબ વિધિપૂર્વક અને ક. યાત્રા પૂજાદિક કરણે કરે, તેહ પ્રભાવક છે.
ધન ૦.૩૫ પ્ર-૧૧૦ પ્રભાવક કોને કહેવાય ?
ઉશ્રી જૈનશાસન તો સ્વયં પ્રકાશિત છે. પરંતુ તે તે દેશ-કાળમાં, જગતના જીવન હૈયામાં શ્રી જૈનશાસન વસી જાય, શાસન પ્રત્યે બહુમાન-ભકિત પેદા થાય, શાસનની રૂચિ પ્રગટે-શાસન પ્રત્યે અeભાવવાળા ભદ્રિક પરિણામી બને તેવી ઉચિત પ્રવૃત્તિ આદિ વડે શાસનને પ્રકાશિત-પ્રભાવિત કરે તેને પ્રભાવક કહેવાય.