________________
૩૭૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
જૈન શાસનમાં ત૫ ગુણનું પણ ઘણુજ મહત્વ છે. દશ વૈકાલિક સૂત્રમાં ઉત્કૃષ્ટ મંગલ તરીકે બતાવેલા ધર્મનું સ્વરૂપ ફરમાવતા ૧૪ પૂર્વધર શ્રી શયંભવ સૂ. મ. ધર્મ અહિંસા-સંયમ-તપ સ્વરૂપ છે એમ જણાવે છે.
જેને અહિંસાનું પાલન જીવનમાં કરવું હોય તેણે ઇદ્રિય અને મનને સંયમ કેળવો જોઈએ અને એ સંયમનું પાલન તપથી જ થઈ શકે છે. જે પિત ના જીવનમાં તપ નથી કરતે તેની ઈદ્રિય અને મન ખાવા-પીવાદિની મોજમજાનાં ખાસકત બને છે અને આસકત બનેલી ઈદ્રિય અને મન તેની પાસે જેની હિંસાના પાપને કરાવે છે.
નવપદમાં પણ નવમા પદમાં ત૫૫દ જે જણાવ્યું છે. તેનું પણ એક આગવું મહત્વ છે. તપથી જ ચારિત્ર પદનુ પાલન સુન્દર રીતે થઇ શકે છે ખાવા પીવા આદિની મોજ મજામાં આસકત બનેલ ચારિત્રનું યથાવસ્થિત પાલન કરી શકતું નથી. ચારિત્રથી ભ્રષ્ટ પણ થઈ જાય છે માટે ચારિત્ર પદની આરાધના જીવનમાં જવલંત રાખવા માટે તપ પદનું આરાધન જીવત રાખવું અતીવ અનિવાર્ય છે. ખાવાપીવાદિની મેજમજમાં આસકત બનેલો સમ્યજ્ઞાન પ્રાપ્ત કરી શકતું નથી કેમકે ખાવાપીવાદિની પ્રવૃત્તિમાં પડેલાને એ પ્રવૃત્તિમાંથી જ બહાર ન આવવાનું થાય તે પછી શાસ્ત્રાવાસ આદિને સમય જ કયાંથી મળે અને જે કાંઈ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે પણ ખવાપીવાદિમાં મશગુલ બનવાના કારણે નિદ્રાદિ પ્રમાદવશ બનવાથી સ્વાધ્યાયાદિ જીવનમાંથી નીકળી જવાના કારણે ભૂલી જાય છે. ૧૪ પૂર્વધરે પણ ખાવાપીવાદિની પ્રવૃતિમાં પડેલા સ્વાધ્યાયાદિ કરવાનું છોડી દેવાથી ૧૪ પૂર્વનું અપૂર્વજ્ઞાન પણ ભૂલી જાય છે. માટે સમ્યજ્ઞાન ગુણને પ્રાપ્ત કરવા અને ટકાવી રાખવા માટે પણ તપ પદની આરાધના કરવી જીવનમાં ખૂબ જ જરૂરી છે.
ખાવાપીવાદિની મેજમજામાં આસકત બનેલ સમ્યગ્દર્શન પદને પ્રાપ્ત કરી શકતે નથી અને પ્રાપ્ત કર્યુ હોય તે તેને ગુમાવી દેતા વાર લગાડતો નથી. સમ્યગ્દશનની પ્રાપ્તિ-સ્થિરતામાં તપદની આરાધના વિશિષ્ટ પ્રકારને ભાગ ભજવે છે.
૯૫ ન કરનાર અને ખાવાપીવાદિ દ્વારા ઈદ્રિય અને મનની મોજ-મજા માણનારને પંચ પરમેષ્ટિમાં તે શું પણ શ્રાવક કે સમ્યગ્દષ્ટિમાં પણ તારિવ રીતે નંબર નથી લાગતે તેનો નંબર એ બધામાંથી બહાર જ રહે છે અને એથી ભયંકર દુખમય દુર્ગતિઓના દુરન્ત સંસારમાં જ તેને ભટકવું પડે છે. માટે ત૫ ગુણ ઘણું જ મહત્વનો છે જીવનમાં અપનાવવા જેવા છે. તપ કરનારાઓ પણ તપ એ ગુણ રૂપ બને એ માટે તપ કે કરવું જોઇએ કે ન કરવો જોઈએ અને શા માટે કરવું જોઈએ અને શા માટે ન કરવું જોઈએ એ સમજવું પણ અત્યંત આવશ્યક છે