________________
: » હીંશ્રી અહ નમ : તપસ્યા કરતા કરતા હે કે ડંકા જેર બજાયા હે.
– પ્રેમપ્રિય
જેન શાસનની અનુપમ પ્રભાવના જેનાથી થાય એવા અનુષ્ઠાને જૈન શાસનમાં અપરંપાર છે એમાં તપ એ પણ શાસન પ્રભાવનાનું અનુપમ અનુષ્ઠાન છે.
આઠ પ્રભાવકમાં તપસ્વીને પણ શાસન પ્રભાવક કહ્યો છે.
આ છાલમાં પણ માસક્ષમણદિને તપ તથા વર્ધમાન તપની ઓળીઓ ૫૦૦૧૦૦૦ આય બીલની સલંગ તપ કરનારા સારી સંખ્યામાં પુણ્યાત્માઓ હસ્તી ધરાવે છે.
લગભગ ૩૫૦ વર્ષ પૂર્વે આચાર્ય હીરસૂરીશ્વરજી મ.ના વખતમાં ચંપાબાઈએ ૬ મહીનાના ઉપવાસ કર્યા હતા એનાથી શાનદાર જૈન શાસનની પ્રભાવના થઈ હતી એના જ પ્રભાવે આ. ૨. શ્રી હીર સૂરીશ્વરજી મહારાજે અકબર બાદશાહ દ્વારા અનુપમ કેટિનું અપારિ પ્રવર્તન કરાવ્યું હતું સુશ્રાવિકા ચંપાબાઈની પછી ૬ મહીનાને શાસન પ્રભાવક તપ કેઈએ કર્યાનું જાણમાં નથી.
ભગવાન મહાવીર દેવના શાસનમાં વર્ધમાનતપની સલગ લગાતાર સો ઓળી કરનાર-સે કે સે ની ઉપરાંત વર્ધમાન તપની ઓળી કરનારા પુણ્યાતમાઓ થઈ ગયા પરતું ૧૦ +૧૦૦+૮૦–૨૮ ઓળીના આરાધક અજોડ તપસ્વી શાસનના સૌદર્ય વર્ધક સંય મૂતિ સમતાનિક પ. પૂ. આચાર્યદેવ શ્રી રાજતિલક સૂરીશ્વરજી મહારાજા એક જ થયા છે એમણે લગભગ દરેક આયંબીલે ઠામ એવહાર કર્યા છે વાપરતી વખતે જ પાણી પીવાનું આયંબીલ કરતા પહેલા કે પછી પચ્ચક્ખાણ કર્યા બાદ પાણી પીવાનું નહિ વર્તમાનમાં પણ એ મહાપુરૂષનું જીવન તપતેજના પુંજથી ઝળહળી રહ્યું છે શરૂઆતમાં આ મહાપુરૂષને આયંબીલ કરતા ઉલટીઓ થતી હતી છતા એમણે મનને મકકમ બનાવવા પૂર્વક અથક પ્રયત્ન કરવા દ્વારા આયંબીલ તપમાં અજોડ સિદિધ પ્રાપ્તિ કરી છે એમાં આ એક જ કારણ હોઈ શકે કે સિદ્ધિ પદને સર કરવાની લાલસા ભરી તમના.
આ મહાપુરૂષમાં રહેલી સંયમ સાધના-સ્વાધ્યાય લીનતા વગેરે પણ અવર્ણનીય છે ખરેખર એમણે આ જગતને એક સુન્દરતમ અદશ આપ્યા છે.
એઓશ્રીના તપના મનોરમ ગુણને જાણી દરેકે મનમાં એ ભાવ પેદા કરે જોઈએ કે આ તપ ગુણ મારા જીવનમાં ક્યારે આવે. તેમજ એ માટે શકિત મુતાબિક જીવનમાં તપ કરવાનો અભ્યાસ પણ કરવો જોઈએ.