SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ અ-૧૩ તા. ૨૨-૧૧-૯૪: : ૩૭૫ એના સમજનો સુકૃત સાગર નામના પેથડશાના ચરિત્ર ગ્રન્થમાં સાક્ષીરૂપે આવેલા બે પ્રાકૃત કે સુન્દર ગરજ સારે એવા છે તે આ પ્રમાણે इंदियकसायविजओ जत्थ य पुओववास सीलाई । सो हु तवो कायव्वो कम्मखयट्ठा न अन्नट्ठा ॥१॥ कित्तीइ मच्छरेण व पुआसक्कारवित्तपीडाए । सुबहुं पि तवच्चरणं दुग्ग इगमणं वसाहइ ॥२॥ અથ –જે તપમાં ઇન્દ્રિય-કષાયનો વિજ્ય-પૂજ-ઉપવાસ-શીલ પાલવાનું છે તે તપ પણ કર્મક્ષય માટે જ કરે જોઈએ પણ ધનપુત્રાદિ માટે નહિ. કીતિ મેળવવાની ઈચ્છાએમત્સર વડે-પૂજાવાની ઈરછાથી સત્કાર-સન્માનની ઈચ્છાથી અને ધન મેળવવાની ઈચ્છાથી ઘણા તપનું આચરણ કર્યું હોય તે પણ તે તપ દુર્ગતિ પમનને સાધી આપે છે. પ્રથમ કલેકમાં ઈન્દ્રિય અને કષાના વિજય અરિહંત પરમાત્મા આદિની પૂજા, ઉપવાસ, શીલપાલન સહિત તપ કરવો જોઈએ ત૫માં આમાંનું કાંઈ ન હોય તે તેની કઈ કીંમત જૈન શાસનમાં નથી એ જણાવ્યું સાથે એ પણ જણાવ્યું કે તપ કર્મના ક્ષય માટે જ કરવો જોઈએ પણ ધનાદિ માટે નહી. બીજા લેકમાં ધનાદિ માટે કરેલા ધર્મનું ફળ દુર્ગતિ ગમનની પ્રાતિ બતાવી છે. તપધમ ધનાદિ અન્ય વસ્તુને છોડી માત્ર કર્મક્ષય માટે જ કરવાનું વિધાન આ શ્લેકે કરે છે. જૈન શાસનમાં તપને નિર્જરા તવ રૂપે પ્રરૂપેલું છે. કર્મનિર્જરા બે પ્રકારની બતાવી છે. દેશથી અને સર્વથી, સર્વથી કમરની નિર્જરા એ મોક્ષરૂપ છે સમસ્ત કર્મની આત્મામાંથી નિર્જરા થયે છતે આત્માને મોક્ષની પ્રાપ્તિ થ ય છે સમસ્ત કમની નિર્જરા રૂપ મોક્ષને મેળવવા માટે દેશથી કમ નિર્જરા રૂપ તપ કરવાને છે. થોડી થેડી મંની નિર્જરા તપથી સાધના સાધતા સંપૂર્ણ કમ નિર્જરા રૂપ મોક્ષને પામી શકાય છે. અત્રે તપના ઉપલક્ષણથી બીજા પણ દર્શનથી માંડી યાવત સંયમ સુધીના બધા ધર્મો પણ લઈ શકાય છે કેમકે તપ ધમ જેમ શ્રી અરિહંત પરમાત્માઓએ પ્રરૂપે છે તેમ અન્ય સઘળા ધર્મો પણ અરિહંત પરમાત્માઓએ જ પ્રરૂપ્યા છે. એથી એ નિશ્ચિત થાય છે કે તપાદિ કોઈ પણ ધર્મ-ધન-કીતિ-પૂજા સકારાદિ માટે કરવાનું નથી. પરંતુ સકલ-કમના ક્ષષ ૨૫ મોક્ષ માટે જ કરવાનો છે તે માટે કરેલા ધર્મથે મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમ મા ન મળે ત્યાં સુધી આ લોકના સારામાં
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy