________________
સમેતશિખર પર અધિકાર જમાવવાના બિહાર
સરકારના પગલાને ઉગ્ર વિરોધ
બિહારમાં આવેલા જેનેના અતિ પવિત્ર અને પ્રાચીન તીર્થસ્થળ સમેતશિખર પર્વતનાં મંદિરો અને મિલકતને વટહુકમ દ્વારા પિતાના કબજામાં લેવાની બિહારનો લાલુપ્રસાદ યાદવ સરકારની હિલચાલને કારણે સમગ્ર જૈન સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને ધાર્મિક સ્થળમાં હસ્તક્ષેપ કરવાની બિહાર સરકારની આ મેલી મુરાદ સામે જોરદાર લડત આપવા દેશભરનાં જૈન સંગઠન તેયારી કરવા લાગ્યાં છે.
બિહાર રાજ્યમાં પારસનાથ સ્ટેશનથી નજીક આવેલ અને મધુવનથી ઓળખાતા આ પ્રાચીન તીર્થ સંમેતશિખરમાં જેનેના ચોવીસ તીર્થંકરે માં શ્રી આદિકવર ભગવાન, શ્રી વસૂપૂજયસ્વામી, શ્રી નેમિનાથ ભગવાન અને શ્રી મહાવીર સ્વામી સિવાયના અન્ય વીસ તીર્થંકરો નિર્વાણ પદને પામ્યા છે. તેથી આ તીર્થને જેનોમાં ભારે મહિમા છે. આ તીર્થ પારસનાથ હિલથી પણ ઓળખાય છે. સત્તરમાં સૈકામાં થયેલા પં. શ્રી જયવિજયજી આ તીર્થનું વર્ણન કરતાં જણાવે છે કે-“સમેતાલ શત્રુંજય તલાઈ, સિમંધર જિનવર એમ બેલાઈ, એહ વયણ નવિ ડેલ. અઢારમાં સકામાં થયેલ પ. શ્રી વિજયસાગરજી કહે છે કે-અધિકે એ ગિરિ ગિરૂઅડે, શત્રુંજયથી જાજ. પં. શીતવિજયજી “તીર્થમાળામાં નોંધે છે કે આ પહાડ સાત કેશ ઊંચે અને પાંચ કેશ પહેળો છે. આ ગિરિરાજમાં છૂટ્ટ હાથે જાણે નૈસર્ગિક સૌંદર્ય વેરાયેલ હોય તેમ
તરફ લીલાછમ વૃક્ષો અને વનરાજી નજર પડે છે. સંમેતશિખર ગિરિરાજની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ૪૪૮૧ ફીટ ઊંચી છે.
સમેતશિખર તીર્થની માલિકી વ્યવસ્થા, નિયંત્રણ અને કબજે વેતામ્બર મુતિ. પૂજક જૈન સમાજ પાસે સેંકડો વર્ષોથી છે. થોડા સમય પહેલા બિહાર સરકારે એક વટહુકમ બહાર પાડીને તેને રાષ્ટ્રપતિની સહી માટે મોકલી આપે છે. આ વટહુકમમાં સમેતશિખરજી તીર્થનાં સંચાલન, વ્યવસ્થા અને વહીવટ એક બોર્ડ દ્વારા કરવાની દરખાસ્ત છે. આ વહીવટી બેર્ડમાં શ્વેતાંબર મુર્તિપૂજક સમાજના છ પ્રતિનિધિઓ દિગમ્બર જૈન સમાજના છ પ્રતિનિધિઓ અને બિહાર સરકારના એક પ્રતિનિધિ એમ કુલ ૧૩ સભ્યોને સમાવેશ થાય છે.
- બિહાર સરકારને આ વટહુકમ તદ્દન આપખુદીભર્યો, બદઈરાદાવાળા અને ધર્મમાં હસ્તક્ષેપ સમાન છે. આ વટહુકમની કલમ ૧૦ (૧) અને (૨) મુજિબ સમેતશિખર તીર્થનાં મંદિરનું ઝવેરાત, રેકડ રકમ અને પ્રાચીન કૃતિઓ એ બધું જ ટ્રસ્ટીઓએ તત્કાલીન વહીવટી બોર્ડને સુપરત કરવું પડશે અને ટ્રસ્ટીએ તેમ નહિ કરે તે વટ